Watch Daily Horoscope 21 th May 2020 Rashifal video
  • Home
  • Featured
  • વૈશાખ વદ ચૌદશને ગુરૂવાર, વૃષભ, મિથુન અને કર્કનો દિવસ જશે સામાન્ય, Video

વૈશાખ વદ ચૌદશને ગુરૂવાર, વૃષભ, મિથુન અને કર્કનો દિવસ જશે સામાન્ય, Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, વૈશાખ વદ ચૌદશ, ગુરૂવાર, સાવિત્રી ચતુર્દશી-બંગાલ, મુ. શબ્બે કદ્ર, જૈન લીલોતરીનો કરશે ત્યાગ કેવો રહેશે દિવસ તમારો જાણીલો અમારી સાથે.

મેષ રાશિ
સમસ્યાઓને સૂલઝાવવાનો રસ્તો મળી આવે. ચિંતાનાં વાદળો વિખેરાતાં જણાય. ગૃહજીવનમાં ચકમક ન સર્જાય તે જોજો.

વૃષભ રાશિ
નોકરિયાત વર્ગને રાહત રહે. વ્યવસાયિક કાર્ય વિલંબથી થતું જણાય. તબિયત સુધરતી લાગે. નાણાકીય ખર્ચ જણાય.

મિથુન રાશિ
લાભની આશા ઠગારી નીવડતી જણાય. વધુ પ્રયાસો જરૃરી સમજવા. કાર્ય સફળતામાં અવરોધ જણાય. કૌટુંબિક સમસ્યા હલ થાય.

કર્ક રાશિ
વાદ-વિવાદથી દૂર રહેવાની સલાહ છે. બીમારી-અકસ્માતનો ભય સામે સાવધાની જરૃરી. ખર્ચાળ દિવસ જણાશે.

સિંહ રાશિ
આપની વ્યાવસાયિક કામગીરી હોય યા અન્ય કાર્ય આડે વિલંબ-વિઘ્ન જણાશે. ધીરજની કસોટી થતી લાગે. ગૃહવિવાદનો યોગ. પ્રવાસ ફળે.

કન્યા રાશિ
માનસિક મૂંઝવણમાંથી બહાર આવી શકશો. મહત્વની કામગીરી માટે સાનુકૂળતા. સ્વજનોથી ગેરસમજ સર્જાય નહીં તે જોજો.

તુલા રાશિ
ખર્ચ-વ્યય- ખરીદી વધે નહીં તે માટે સજાગ રહેજો. મિલન-મુલાકાતો ફળે.

વૃશ્ચિક રાશિ
અગત્યના કામકાજ માટે સાનુકૂળ તક-મદદ સર્જાય. સ્વજનનો સાથ મળે.

ધન રાશિ
આશા અમલ છે તે ઉક્તિ ન ભૂલવી. પ્રયત્નોનું મીઠું ફળ મળે.

મકર રાશિ
ચિંતા ચિત્તા સમાન એ ઉક્તિ યાદ રાખી શાંતિ-સમાધાન જરૃરી માનજો.

કુંભ રાશિ
મનની મુરાદ મનમાં રહેતી લાગે. સ્નેહીથી મિલન. તબિયત સુધરે.

મીન રાશિ
આપના વિરોધીઓના હાથ હેઠાં પડતાં જણાય. ખર્ચ જણાય. પ્રવાસમાં વિલંબ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન