Watch Daily Horoscope 21 th November 2019 Rashifal video
  • Home
  • Featured
  • કારતક વદ નવમીએ શુક્ર કરશે ધનુ રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર, Video

કારતક વદ નવમીએ શુક્ર કરશે ધનુ રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2076, કારતક વદ નવમીને ગુરુવાર શુક્ર મૂળ નક્ષત્ર-ધનુ રાશિમાં,મેષ સ્વમાનભંગ અને ઉપેક્ષાનો અનુભવ અટકાવવા સજાગ રહેવું પડે. કાર્ય સફળતા. લાભની તક. વૃષભ અંતઃકરણના અજંપાને ખાળવા આપે ઇતર પ્રવૃત્તિઓ તરફ વળવું પડે. નાણાભીડ. તબિયત સુધરે. મિથુન સંજોગો સાથે તાલમેલ મિલાવીને તમે ધાર્યું કામ કરી લેજો. સ્નેહીથી મિલન. સાથ-સહકાર. આરોગ્ય ચિંતા દૂર થાય.

કર્ક માનસિક તણાવ અને ઉચાટ હળવા બનાવી શકશો. આર્થિક વ્યવહારોમાં ધ્યાન આપજો. કૌટુંબિક કાર્ય બને. સિંહ આપની અપેક્ષાઓને પહોંચ સુધીની રાખશો તો જરૃર ફળદાયી બને. ઊંચી છલાંગ વ્યર્થ રહે. વિવાદ શમે. કન્યા વ્યવસાય અને સંપત્તિના પ્રશ્નો ગૂંચવાયા હોય તો ઉકેલનો માર્ગ મળે. પ્રવાસ. મિલન-મુલાકાત.

તુલા આપની મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો જણાય. સ્નેહી-સ્વજનોથી સહકાર મળે. ખર્ચનો પ્રસંગ જણાય. વૃશ્ચિક પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા તમારે વધુ રાહ જોવી પડે. વિરોધ કે વિવાદ અટકાવી શકશો. અકસ્માતથી સંભાળવું.

ધન આપની અગત્યની યોજના માટે જરૃરી સહાય ઊભી કરી શકશો. કૌટુંબિક ક્ષેત્રે સંવાદિતા સર્જાય. આરોગ્યની તકેદારી રાખજો. મકર આપના પ્રયાસો ફળદાયી બનતા જણાય. મિત્ર-સ્વજનથી સહકાર મેળવી શકશો. અવરોધ દૂર થતો જણાય.

કુંભ ધીરજનાં ફળ મીઠાં સમજવા. ટેન્શન કે ચિંતા દૂર થતાં જણાય. સામાજિક ક્ષેત્રે પ્રગતિકારક સંજોગ. મીન આવકના નવા સાધન ઊભા કરવાના પ્રયત્નો માટે આશાવાદી દિવસ. વ્યવસાયિક ગૂંચવણ ઉકેલી શકશો. મિત્ર-ભાગીદારથી ગેરસમજ ન સર્જાય તે જોજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન