Watch here is Daily Horoscope 22nd October Rashifal video
  • Home
  • Featured
  • આસો વદ બીજ અને શુક્રવાર, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ

આસો વદ બીજ અને શુક્રવાર, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ રાશિ
સામાજિક માન મરતબો અને વ્યવસાયિક અગત્યતા જાળવવા આપે પ્રવૃત્ત રહેવું પડે.

વૃષભ રાશિ
કેટલીક વિષમતાઓ અમે વિડંબણાઓ જણાતી હશે તો આપ સિફ્તપૂર્વક બહાર આવી શકશો.

મિથુન રાશિ
લાંબી કે મોટી કામગીરીઓ કરતાં ટૂંકી હાથવગી કામગીરી માટે વધુ સાનુકૂળતા સર્જાય.

કર્ક રાશિ
વિકટ સંજોગો દેખાતા હોય કે અવરોધક સ્થિતિ સર્જાઈ હોય આપ ધીરજખંત રાખજો. આપ પાર કરવામાં સફળ નીવડશો.

સિંહ રાશિ
નસીબના આધારે મુસ્તાક જરૂર રહો. પરંતુ પુરુષાર્થનો ધ્યેય, ફળ પ્રાપ્ત કરી શકશો.

કન્યા રાશિ
આપની સજાગતા અને એકાગ્રતામાં આપનો આત્મવિશ્વાસ સહિતનું કર્મ ભળતાં જરૂર ઈષ્ટફળ મળે.

તુલા રાશિ
લાગણીઓના તંતુઓને તૂટવા ન દેવા દરગુજર અને ક્ષમાયાચના જરૂરી.

વૃશ્ચિક રાશિ
આપના નક્કર પુરુષાર્થ અને ભાગ્યબળે આપ લક્ષની નજીક પહોંચી શકશો.

ધન રાશિ
મહત્ત્વની મુલાકાત અંગે સાનુકૂળ તક આવી મળે, બાંધછોડના સહારે સફળતાની આશા રાખી શકશો.

મકર રાશિ
આપ કેન્દ્રી બન્યા વિના સૌના સહકાર અને પ્રયત્નોથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો.

કુંભ રાશિ
અન્યનો સહારો બનીને આપ પ્રેમની હેલીનો અનુભવ કરી શકશો.

મીન રાશિ
નિરાશાના અંધેરાને ઊલેચી શકશો અને આશાનો ઉજાસ જોઈ શકશો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો