Watch Daily Horoscope 22 th February 2021 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહાસુદ દસમને સોમવાર, ચંદ્ર શુક્રનો ત્રિકોણયોગ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

મહાસુદ દસમને સોમવાર, ચંદ્ર શુક્રનો ત્રિકોણયોગ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:59 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, મહાસુદ દસમને સોમવાર, ભક્ત પુંડરિક ઉત્સવ. રવિયોગ. ચંદ્ર શુક્રનો ત્રિકોણયોગ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપના પ્રયત્નો વ્યર્થ જણાય. અકારણ ચિંતા-વિવાદ રહે. સ્નેહીથી મિલન.

વૃષભ રાશિ
લાભ કરતાં વ્યય વધે નહીં તે જોજો. આર્થિક પ્રશ્નોની ચિંતા. પ્રિયજનથી મિલન.

મિથુન રાશિ
અગત્યના પ્રશ્નો હલ થાય. અંગત મૂંઝવણ દૂર થાય. વાહનથી સંભાળવું પડે.

કર્ક રાશિ
આપના પ્રયત્નો ફરતાં લાગે. ગૃહ વિવાદનો ઉકેલ મળે. મહત્ત્વના કામ. ખર્ચ થાય.

સિંહ રાશિ
અગત્યના કામમાં સફળતા મળે. ગૃહજીવનમાં ચકમક રહે. લાભ અટકતો લાગે.

કન્યા રાશિ
તબિયત સાચવવી પડે. નવીન તક મળે. મૂંઝવણનો ઉકેલ મળે.

તુલા રાશિ
વ્યવસાયિક કે સામાજિક સમસ્યાઓ ઉકેલી શકશો. સરળતા જોવાય. મિત્રનો સહકાર

વૃશ્ચિક રાશિ
પરિસ્થિતિ પ્રતિકૂળ જણાતી હોય તો ધીરજ દ્વારા સાનુકૂળ બનાવી શકશો. સ્વજનની મદદ વિઘ્ન રહે.

ધન રાશિ
હાથમાં આવેલી તકનો જોઈ વિચારીને ઉપયોગ કરવા સલાહ છે. સ્વજનોથી મનભેદ રાખજો.

મકર રાશિ
વધુ પડતાં સાહસિક ન થવા સલાહ છે. ખર્ચ-રોકાણ પર નજર રાખશો. સ્નેહીથી ચકમક ન જરે તે જોજો.

કુંભ રાશિ
સમય કઠીન જણાતો હશે તો હળવો બનાવવાની તક મળે. સામાજિક કાર્ય થાય. તબિયત અંગે ચિંતા-ખર્ચ રહે.

મીન રાશિ
લાભદાયી યોજનાઓ આળે વિઘ્ન-વિલંબનો પ્રસંગ પાર કરવો પડશે. ધીરજ જરૃરી બને. વિવાદ-મતભેદ નિભાવી લેવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન