Watch Daily Horoscope 23 th February 2021 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહાસુદ એકાદશીને મંગળવાર, જયા એકાદશી – રવિયોગ પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

મહાસુદ એકાદશીને મંગળવાર, જયા એકાદશી – રવિયોગ પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

 | 7:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, મહાસુદ એકાદશી. મંગળવાર, જયા એકાદશી. રવિયોગ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
અગત્યની કામગીરીઓને આગળ ધપાવી શકશો. સ્વજનથી સહકાર. નવીન મુલાકાતથી આનંદ.

વૃષભ રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા માટે ઇંતજાર કરવો પડે. પ્રવાસ-મિલનથી આનંદ. સંતાનના કામ થાય.

મિથુન રાશિ
અકારણ ટેન્શન રાખવા કરતાં સંજોગો જોઈને ચાલવાથી રાહત રહેશે. ખર્ચ અટકાવજો. મનની મુરાદ ફળે.

કર્ક રાશિ
આપના વ્યવસાય થતાં કૌટુંબિક બાબતો અંગે સમય સંજોગો સાનુકૂળ બનતા લાગે. નોકરિયાતને કાર્યલાભ જણાય.

સિંહ રાશિ
આપની પરિસ્થિતિને ધીમે ધીમે અનુકૂળ બનાવી શકશો. તબિયત સાચવજો. નાણાભીડ વ્યય.

કન્યા રાશિ

આપના મહત્ત્વના પ્રશ્નો કે કાર્યો અંગે કોઈની મદદ યા સલાહ ઉપયોગી બને. પ્રવાસ ફળે.

તુલા રાશિ
વ્યવસાયિક પુરુષાર્થ વધારવો પડે. આપના ગુંચવાયેલા પ્રશ્નો હલ થાય. ભાગીદારીથી મતભેદ.

વૃશ્ચિક રાશિ
વાદ-વિવાદ-મતભેદ ન સર્જાય તે જોજો. તણાવ-ચિંતાનો અનુભવ. મિત્રોની મદદ મળે.

ધન રાશિ
મહેનતનું ધાર્યું ફળ ન મળતાં નિરાશા. એકાગ્રતા વધારજો. કૌટુંબિક પ્રશ્નોની ચિંતા.

મકર રાશિ
તબિયત બગડે નહીં તે જોજો. મહત્ત્વની તક મળે તે ઝડપી લેજો. અંગત કામ. ખર્ચ થાય.

કુંભ રાશિ
ખર્ચનો પ્રસંગ. નોકરિયાતોને સારી તક મળતી જણાય. નવી મુલાકાતથી લાભ.

મીન રાશિ
મનની એકાગ્રતા વધારજો. અંગત કાર્યો આગળ વધે. શત્રુથી સાચવવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન