Watch Daily Horoscope 23 th May 2020 Rashifal video
  • Home
  • Featured
  • જેઠ સુદ એકમ, શનિવાર, વૃષભ રાશિની માનસિક બેચેની દૂર થશે, શું કહે છે તમારી રાશિ જાણો, Video

જેઠ સુદ એકમ, શનિવાર, વૃષભ રાશિની માનસિક બેચેની દૂર થશે, શું કહે છે તમારી રાશિ જાણો, Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, જેઠ સુદ એકમ, શનિવાર, ગંગા દશહરા શરૂ, પારસી જરથોસ્તનો દિસો કેવો રહેશે તમારા માટે જાણીલો અમારી સાથે વિગતે.

મેષ રાશિ
અંગત મૂંઝવણોમાંથી બહાર આવી શકશો. રાહત અનુભવાય. નાણાકીય સ્થિતિ તંગ જણાય. પ્રવાસ ફળે.

વૃષભ રાશિ
આપની માનસિક બેચેની દૂર થતી જણાય. સ્વજનથી મદદ-મિલન. લાભના સંજોગો નિર્માણ થાય.

મિથુન રાશિ
અગત્યના કામકાજ અંગે હજી વિલંબ જણાય. ખર્ચ વધતા નાણાભીડ જણાય. તબિયત ચિંતા કરાવે.

કર્ક રાશિ
તણાવ-અશાંતિના સંજોગો દૂર થાય. કૌટુંબિક-સામાજિક કાર્ય અંગે સાનુકૂળતા. પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો.

સિંહ રાશિ
‘ચિંતા ચિત્તા સમાન’ એ ઉક્તિ ન ભૂલશો. ગૃહજીવનમાં કે સામાજિક ક્ષેત્રે મન પરોવવાથી સુખદ અનુભવ થાય.

કન્યા રાશિ
આપનું ધાર્યું ન થાય તો પણ પ્રયત્નો ન છોડશો. આગળ જતાં ફળે. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. આરોગ્ય સુખાકારી જળવાય.

તુલા રાશિ
તમારા પ્રાણપ્રશ્નો હલ કરી શકશો. અગત્યની તક સંજોગ સર્જાય. વિવાદ અટકાવજો.

વૃશ્ચિક રાશિ
વ્યાવસાયિક કામકાજો અંગેના વિઘ્ન દૂર થાય. સ્વજનથી મિલન-મુલાકાત ફળે.

ધન રાશિ
સમસ્યાથી ઘેરાયેલા હશો તો હવે બહાર નીકળી શકશો. પ્રવાસ ફળે.

મકર રાશિ
સંપત્તિ કે સંતતિની બાબતો ગૂંચવાય નહીં તે જોજો. કાર્યલાભ મળતો જણાય.

કુંભ રાશિ
મૂંઝવણોમાંથી બહાર આવી શકશો. પ્રવાસ. મિલન-મુલાકાત ફળે.

મીન રાશિ
ધંધા-મિલકતના કાર્ય અંગે સાનુકૂળતા. ગૃહવિવાદનો પ્રસંગ ન સર્જાય તે જોજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન