મહાસુદ બારસને બુધવાર, ભીષ્મ દ્વાદશી પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
વિક્રમ સંવત 2077, મહાસુદ બારસ. બુધવાર, ભીષ્મ દ્વાદશી. વરાહ દ્વાદશી. પ્રદોષ વ્રત કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
આપના માર્ગ આડેના અવરોધોને પાર કરી શકશો. સફળતા જોઈ શકશો.
વૃષભ રાશિ
મનના ઓરતાઓને સાકાર કરવા આપને કોઈની મદદ મેળવી શકશો. સ્નેહીથી મિલન.
મિથુન રાશિ
આવકના દ્વાર ખૂલવા આપે વિશેષ જાગ્રતિ અને તૈયારી રાખવી પડે. ભાગીદારીથી મતભેદ ટાળજો.
કર્ક રાશિ
આપના મહત્વના કામમાં જણાતી ચિંતાનો હલ મળતો જણાય. પ્રવાસથી સાનુકૂળતા.
સિંહ રાશિ
લાભ અને સફળતા માટે આપને ઘણું આયોજન અને અનુભવની મદદ જરૃર લાગે.
કન્યા રાશિ
આપના કાર્યમાં આગળ વધી શકશો. મહત્વની મુલાકાત સફળ નીવડે. સંતાન સુખ મળે.
તુલા રાશિ
ચિત્તની શાંતિ પામવા આપે નકારાત્મક વિચારો પર કાબૂ રાખવો પડે. લાભ અટકતો લાગે. પ્રવાસની તક.
વૃશ્ચિક રાશિ
મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળતું લાગે. સ્વજનની સહાય. અગત્યની તક.
ધન રાશિ
દિલ કરતાં દિમાગથી કામ લઈને ચાલશો તો ઇષ્ટફળ વહેલું આવી મળે. પ્રવાસ-વિવાદ ટાળજો.
મકર રાશિ
એકલી મહેનત નહીં ચાલે. નસીબની મદદ માટે ઇષ્ટદેવની પ્રાર્થના જરૃરી બને. ખર્ચ-વ્યય જણાય.
કુંભ રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા ધીરજ જરૃરી બને. સ્વસ્થતા ટકાવજો. વિવાદ ટાળજો.
મીન રાશિ
મહત્વની કામગીરી અને મુલાકાત અંગે સાનુકૂળ અને મહત્વનો દિવસ ગણાય. સ્નેહીથી સહકાર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન