Watch Daily Horoscope 25 th November 2020 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કારતક સુદ એકાદશીને બુધવાર, ચાતુર્માસ સમાપ્ત કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

કારતક સુદ એકાદશીને બુધવાર, ચાતુર્માસ સમાપ્ત કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 7:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, કારતક સુદ એકાદશી, બુધવાર, પ્રબોધિની-દેવઊઠી એકાદશી-સ્માર્ત, પંચક, ચાતુર્માસ સમાપ્ત કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
સમજી વિચારીને ભરેલાં ડગ ધ્યેય ભણી આગળ લઈ જશે. લોભ-લાલચથી દૂર રહેવું. આરોગ્યની ચિંતા દૂર થાય.

વૃષભ રાશિ
અગત્યની પ્રવૃત્તિઓ અને કૌટુંંબિક બાબતોને હલ કરી શકશો. નિરાશાનાં વાદળ વિખેરાતાં જણાય.

મિથુન રાશિ
જે ઇચ્છતાં હો તે દૂર ઠેલાતું લાગે અને જે ન ધાર્યું તે આવી મળે તેવો અનુભવ. સ્વજનનો સાથ.

કર્ક રાશિ
લાગણીઓ પર કાબૂ જરૃરી. નિરાશા ખંખેરીને કાર્ય શરૃ કરવાથી પ્રગતિનો માર્ગ જડે. ગૃહજીવનમાં ચકમક ન સર્જાય તે જોજો. પ્રવાસ.

સિંહ રાશિ
આશા-નિરાશા વચ્ચે ઝોલાં ખાતાં હો તો ફળની કામના વિના કાર્ય કરવાનો વિકલ્પ સારો સમજવો.

કન્યા રાશિ
માનસિક તણાવ અને મૂંઝવણ દૂર થતી લાગે. ખર્ચ વધતો લાગે. સ્વજનોથી મિલન.

તુલા રાશિ
આપની સામાજિક-વ્યાવસાયિક જવાબદારીઓનો બોજ વધતો લાગે. ખર્ચના પ્રસંગો જણાય. પ્રવાસની તક મળે.

વૃશ્ચિક રાશિ
આપના અગત્યના કામકાજો અંગે સાનુકૂળતા સર્જાય. આરોગ્ય સાચવજો. કુટુંબ ક્લેશ નિવારજો.

ધન રાશિ
આપના મનની મુરાદોને બર લાવવા ગણતરીપૂર્વક ચાલી સમાધાનકારી બનવાથી સફળતા મળે. પ્રવાસ.

મકર રાશિ
ઇચ્છાઓને ફળીભૂત થતી જોઈ શકશો. સ્વજન-મિત્રનો સાથ રહે. નાણાકીય કટોકટી.

કુંભ રાશિ
મહત્વની બાબતો અંગે નિર્ણય લઈ શકશો. પ્રગતિની દિશા ખૂલે. સગાં-વહાલાંથી મનમેળ.

મીન રાશિ
ખર્ચ-વ્યયના પ્રસંગો વધી પડે નહીં તે જોતાં રહેજો. અગત્યની તક મળે. ફળદાયી કાર્યરચના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન