Watch Daily Horoscope 26 th November 2020 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કારતક સુદ બારસને ગુરુવાર ચંદ્ર-મંગળની યુતિ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

કારતક સુદ બારસને ગુરુવાર ચંદ્ર-મંગળની યુતિ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 7:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, કારતક સુદ બારસ, ગુરુવાર, પ્રબોધિની એકાદશી-વૈષ્ણવ, બારસ વૃદ્ધિતિથિ, ચંદ્ર-મંગળની યુતિ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે જો કોઈ મૂંઝવણ હશે તો તેનો ઉપાય મેળવી શકશો. તબિયતની કાળજી જરૃરી સમજવી.

વૃષભ રાશિ
બીજાઓ પર આશા-અપેક્ષાઓ રાખવા કરતાં કાર્ય કરતાં રહેવાથી આખરે શુભ ફળ પ્રાપ્ત કરી શકશો. ગૃહવિવાદ દૂર કરી શકશો.

મિથુન રાશિ
ખર્ચ-વ્યયના પ્રસંગો સામે જાગ્રત રહીને ગણતરીપૂર્વક ચાલવાથી તકલીફ હળવી થાય. મિલન-મુલાકાત. પ્રવાસ.

કર્ક રાશિ
આપની મનની ચિંતા અને કાલ્પનિક ભયને દૂર કરી કાર્ય કરવાથી સફળતા અને સુખ અનુભવી શકશો.

સિંહ રાશિ
સંજોગો અને બીજાઓને સુધારવા કે બદલવા કરતાં જાતે જ બદલાવાથી ઘણું સારું પરિણામ જોઈ શકશો.

કન્યા રાશિ
લાભ ગુમાવવો ન પડે તે માટે તકને ઓળખીને ચાલવા સલાહ. ગૃહજીવનના પ્રશ્ન અંગે સાનુકૂળતા. ખર્ચ.

તુલા રાશિ
આપના ધારેલા કામમાં વિલંબ કે અંતરાય હશે તો તેને દૂર કરી શકશો. તબિયત સાચવજો.

વૃશ્ચિક રાશિ
કોઈના આધારે કે ભરોસે ન ચાલવા સલાહ છે. ‘અપના હાથ જગન્નાથ’ એ ઉક્તિને અનુસરવી લાભદાયી.

ધન રાશિ
સંજોગ અને પરિસ્થિતિ વિકટ હોય તો તે બદલાતી લાગે. ઈશ્વર-નસીબનો દિવ્ય સાથ અનુભવી શકશો.

મકર રાશિ
પ્રયત્નો પડતાં મૂકશો નહીં. ફળ હાથવેંતમાં લાગે. સ્નેહીનો સહકાર. પ્રવાસ.

કુંભ રાશિ
આપની અગત્યની કામગીરી અને પ્રવૃત્તિઓ અંગે સંજોગ સાથ આપતાં લાગે.

મીન રાશિ
સામાજિક-સાંસારિક બાબત અંગે સાનુકૂળતા અને અગત્યની કાર્યરચના થતી જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન