Watch here is Daily Horoscope 25 th September Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા વદ પાંચમ, ચંદ્ર રાહુની યુતિ પર કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

ભાદરવા વદ પાંચમ, ચંદ્ર રાહુની યુતિ પર કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 ભાદરવા વદ પાંચમ, રવિવાર, છઠ્ઠનું શ્રાદ્ધ. કૃત્તિકા શ્રાદ્ધ. ચંદ્ર રાહુની યુતિ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
સફળતા લાભની તક, ખર્ચ વધે, મિલન-મુલાકાત ફળે.

વૃષભ રાશિ
પ્રયત્નો સફળ બને, માનસિક તણાવ દૂર થાય, લાભની શક્યતા.

મિથુન રાશિ
ચિંતા-તણાવનો અનુભવ, આખરે સંઘર્ષ બાદ સફળતા અને લાભની આશા ફળે.

કર્ક રાશિ
આરોગ્ય સુધરે, સ્નેહી-મિત્રથી સહકાર, પ્રવાસ-પર્યટન થાય.

સિંહ રાશિ
આપની મનની મુરાદ મનમાં રહે. કૌટુંબિક વિવાદ ટાળવા.

કન્યા રાશિ
આપની મહત્ત્વની સમસ્યાનોે હલ માટે ગૃહવિવાદ જણાય, તબિયત સાચવવી.

તુલા રાશિ

અગત્યના પ્રશ્નોમાં વિલંબ વધે, ખર્ચ-ખરીદીનો પ્રસંગ, પ્રવાસ ફળે.

વૃશ્ચિક રાશિ
અગત્યની તક મળે, સ્નેહી-મિત્ર વડીલથી મિલન, લાભની આશા ફળે.

ધન રાશિ
કાર્ય સફળતા પ્રગતિકારક તક મળે, વ્યવસાયમાં સાનુકૂળ સંજોગો દેખાય.

મકર રાશિ
ચિંતા હળવી બને, ખર્ચ-વ્યય વધે, તબિયત સુધરે, વિવાદ ટાળવો.

કુંભ રાશિ
વિઘ્ન અને અંતરાય જણાશે, લાભની આશા વિલંબથી ફળે.

મીન રાશિ
સાનુકૂળતાની તક વધે, પ્રગતિ જણાય, લાભની તક આવે, પ્રવાસ મજાનો રહે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો