Watch here is Daily Horoscope 27 th July Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અષાઢ વદ ચોથને મંગળવાર, અંગારકી સંકષ્ટ ચતુર્થી, કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

અષાઢ વદ ચોથને મંગળવાર, અંગારકી સંકષ્ટ ચતુર્થી, કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

 | 6:25 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 અષાઢ વદ ચોથ, મંગળવાર, પંચક. અંગારકી સંકષ્ટ ચતુર્થી. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
લક્ષ ચૂકી ન જવાય તે જોજો.સાનુકૂળ તક મળે. ગૃહજીવનના કાર્ય માટે પ્રગતિકારક. ખર્ચાળ પ્રસંગ.

વૃષભ રાશિ
હકારાત્મક બનીને ધીરજથી વર્તશો તો ઇસ્ટ ફળ સારું મળે. સ્વજનથી મનમેળ સાચવી લેજો.

મિથુન રાશિ
વિશ્વાસે વહાણ ચલાવવા ન જશો. વ્યવહારિકથી બચવું. મિત્રથી મદદ. મિલન-મુલાકાત સફળ બને.

કર્ક રાશિ
આર્થિક આયોજન અને વ્યવસાય તરફ ધ્યાન આપજો. ગણતરી ઊંધી વળી ન જાય તે જોજો. કૌટુંબિક અશાંતિ અટકાવજો.

સિંહ રાશિ
કાર્ય સફળતા અને પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. નિરાશાના વાદળ વિખેરાતા જણાય. પ્રિયજનની મદદ.

કન્યા રાશિ
ધાર્યા કામમાં વિઘ્ન હશે તો દૂર થશે. નસીબ આડેનું પાંદડું દૂર થવાની આશા રહે. મહત્ત્વની મુલાકાત.

તુલા રાશિ
માનસિક મૂંઝવણ વધી ન જાય તે માટે પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરશો. પ્રવાસ મજાનો રહે.

વૃશ્ચિક રાશિ
ધાર્યા કામમાં વિઘ્ન હશે તો દૂર થાય, નસીબ આડેનું પાંદડું દૂર થવાની આશા રહે. સ્વજનથી ગેરસમજ ટાળજો.

ધન રાશિ
નાણાભીડ હળવી બનતી જોવાય. વિઘ્ન-વિલંબનો સામનો કરવો પડે. સ્નેહીથી મિલન-મુલાકાત.

મકર રાશિ
ધાર્યું કરવા જીદ્દી ન થશો, સમય ઈશ્વર પર છોડવાથી રાહત અને સફળતા મળે. તબિયત સાચવવી.

કુંભ રાશિ
સમયના તકાદાને સમજીને વિવેકબુદ્ધિથી નિર્ણય ફળદાયી નીવડે. મતભેદો ટાળજો, ખર્ચાળ પ્રસંગ.

મીન રાશિ
મહત્ત્વની મુલાકાત સફળ બને. વ્યવસાયિક કાર્ય લાભ જણાય. અગત્યના કામ આગળ વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન