Watch Daily Horoscope 27 th May 2020 Rashifal video
  • Home
  • Featured
  • જેઠ સુદ પાંચમ, બુધવારે મિથુન રાશિ નાણાભીડ અનુભવશે કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

જેઠ સુદ પાંચમ, બુધવારે મિથુન રાશિ નાણાભીડ અનુભવશે કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, જેઠ સુદ પાંચમ, બુધવાર, મહાદેવ વિવાહ (ઓરિસ્સા), શ્રીનાથજીનો નાવનો મનોરથ, ચંદ્ર-ગુરુનું ઓપોઝિશન કેવો રહેશે આખો દિવસ તમારો જાણીલો માત્ર એક ક્લિક કરીને.

મેષ રાશિ
જીવનસાથીની તબિયત સાચવવી પડે. માનસિક તાણ. સંતાન સમસ્યા વધે.

વૃષભ રાશિ
આરોગ્ય સાચવવું. ખર્ચ-વ્યય વધે નહીં તે જોજો. શત્રુપીડા દૂર થાય.

મિથુન રાશિ
માનસિક તણાવ છતાં કામ થતાં રહે. નાણાભીડ પણ અનુભવાય. પ્રિયજનથી વ્યથા.

કર્ક રાશિ
આવક સામે જાવક વધશે. પ્રવાસ-પર્યટન થાય. સંપત્તિ-વાહનના કાર્ય બને.

સિંહ રાશિ
આપના પ્રયત્નો સફળ થાય. સગાં-સંબંધી અંગે કોઈ ચિંતા દૂર થાય. ભાગ્યની તક મળે.

કન્યા રાશિ
નાણાભીડ વધશે. કૌટુંબિક કાર્ય થાય. ચિંતા હળવી બનાવવા આધ્યાત્મિક બનવું.

તુલા રાશિ
તાણ-ચિંતા દૂર થાય. આત્મબળ વધે. ગૃહવિવાદ. આપના ક્રોધ પર કાબૂ રાખી સંયમ રાખજો.

વૃશ્ચિક રાશિ
અણધાર્યા વ્યય-નુકસાનથી બચવું. ઉતાવળા સાહસ ન કરવા. અકસ્માત ભય. તબિયત ચિંતા. શત્રુભય અનુભવાય.

ધન રાશિ
લાભની તક. સ્નેહીથી મિલન. પ્રવાસ. કોઈ કાર્ય સફળ બને. પ્રગતિની તક.

મકર રાશિ
વ્યવસાયિક કાર્યમાં પ્રતિકૂળતા. તણાવ. મનની મનમાં રહેશે.

કુંભ રાશિ
ધાર્યા કામમાં વિલંબથી સફળતા. સફળતા માટે વધુ યત્ન. પ્રવાસ ફળે.

મીન રાશિ
આરોગ્ય સાચવવું. કાનૂની સમસ્યાઓમાં સાવધ રહેવું. કુટુંબના પ્રશ્નો હલ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન