Watch here is Daily Horoscope 27 th September Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા વદ છઠ્ઠને સોમવાર, સૂર્ય હસ્તમાં કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

ભાદરવા વદ છઠ્ઠને સોમવાર, સૂર્ય હસ્તમાં કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 ભાદરવા વદ છઠ્ઠ, સોમવાર, સૂર્ય હસ્તમાં. બુધ વક્રી. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
વિરોધીઓથી રાહત મળે, ગૃહવિવાદ ટાળવો, પ્રવાસ સફળ બને, ખર્ચો જણાય.

વૃષભ રાશિ
આ સમય ઘણી રીતે આપને સાનુકૂળ જણાય, રોગ-શત્રુભય, ચિંતા હળવી બને. આવક કરતાં જાવક પર અંકૂશ આવે.

મિથુન રાશિ
આપની મનની મુરાદ મનમાં રહેશે. સંતાન બાબતની ચિંતા, શેર-સટ્ટાથી નુકસાન જણાય, સ્નેહીથી મનદુઃખ.

કર્ક રાશિ
આપના અગત્યના નોકરી ધંધાના કામમાં રૃકાવટો જણાય, ઉપરીથી ચિંતા, મિલકત વાહન અંગે સમય નબળો.

સિંહ રાશિ

સાનુકૂળ તક મળે, પ્રવાસ-પર્યટન થાય, મિલન-મુલાકાતનો પ્રસંગ, ખર્ચ વધે.

કન્યા રાશિ
નાણાભીડ જણાય, કુટુંબ કલેશ ટાળવો, તબિયત સાચવવી, ભ્રાતૃવર્ગથી મનદુઃખ.

તુલા રાશિ
આપની સમસ્યાથી ચિંતા વધતી લાગે, ગૃહવિવાદનો પ્રસંગ, ભાગીદારથી મતભેદ.

વૃશ્ચિક રાશિ
આવક સામે ખર્ચા વધે, આરોગ્ય સાચવજો, અગત્યના પ્રશ્નો અંગે હજી સમય પ્રતિકૂળ.

ધન રાશિ
આપની કામગીરી અંગે પ્રગતિ જણાય, બદલી ઉન્નતિની તક, સાનુકૂળ પ્રવાસ.

મકર રાશિ
ચિંતા-તણાવનો અનુભવ કાર્ય અંગે અંતરાય જણાય, વિલંબથી સફળતા.

કુંભ રાશિ
ભાગ્યદેવીની અને કર્મની મદદથી સફળતાની તક વધે, સ્નેહીથી મિલન.

મીન રાશિ
નાણાકીય સમસ્યા અનુભવાય, તબિયત સાચવવી, શત્રુભય જણાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો