Watch here is Daily Horoscope 28 th July Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અષાઢ વદ પાંચમને બુધવાર, ચંદ્ર બુધનો ત્રિકોણયોગ. કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

અષાઢ વદ પાંચમને બુધવાર, ચંદ્ર બુધનો ત્રિકોણયોગ. કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

 | 6:20 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 અષાઢ વદ પાંચમ, બુધવાર, પંચક. નાગ પંચમી (બંગાળ). ચંદ્ર બુધનો ત્રિકોણયોગ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આર્થિક રીતે કટોકટી જણાય. આવક સામે ખર્ચ વ્યય વધતા લાગે. ઉધાર ઉછીનાથી દૂર રહેવું.

વૃષભ રાશિ
માનસિક કૌટુંબિક બાબતો અંગે તણાવ જણાય, નોકરી ધંધાના કામકાજો માટે સાનુકૂળતા.

મિથુન રાશિ
પ્રતિકૂળતા, તબિયત, ચિંતા અને ખર્ચનો યોગ છે. શત્રુથી સાવધાન રહેવું.

કર્ક રાશિ
આપના પ્રયત્નોે લાભદાયી થાય. પ્રવાસ-મિલન મુલાકાતો ફળે.

સિંહ રાશિ
નોકરી વ્યવસાયની કામગીરી અંગે તણાવ- વિલંબ જણાય. તબિયત સાચવવી.

કન્યા રાશિ
પ્રવાસ- પર્યટન અંગે સારી તક, સ્નેહીથી મિલન, ભાગ્ય ફળે.

તુલા રાશિ

અવરોધ જણાય, નાણાભીડ વધે, કૌટુંબિક સમસ્યા અનુભવાય.

વૃશ્ચિક રાશિ
માનસિક તણાવ, ગૃહવિવાદ અને પ્રતિસ્પર્ધી અંગે ચિંતા જણાય.

ધન રાશિ
પ્રવાસમાં સાનુકૂળતા રહે, રોગ-શત્રુભય દૂર થાય. આવકની તક.

મકર રાશિ
સ્નેહી સ્વજનની મદદ, પ્રવાસ ફળે, લાભદાયી કાર્ય સફળ થાય.

કુંભ રાશિ
સંપત્તિ-વાહનના કામકાજો થાય. વડીલ વર્ગ અંગે ચિંતા, સંતાન અંગે મૂંઝવણ.

મીન રાશિ
સફળ અને સાનુકૂળ સમય, મિત્ર-ભ્રાતૃવર્ગથી સહકાર, પ્રવાસ ફળદાયી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન