Watch Daily Horoscope 29 th March 2020 Rashifal video
  • Home
  • Featured
  • ચૈત્ર સુદ પાંચમને રવિવાર ગુરુ મકર રાશિમાં પ્રવેશ કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

ચૈત્ર સુદ પાંચમને રવિવાર ગુરુ મકર રાશિમાં પ્રવેશ કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, ચૈત્ર સુદ પાંચમ, રવિવાર, શ્રી પંચમી, ગુરુ મકર રાશિમાં, ચંદ્ર-રોહિણી જોવાનો મહિમા કેવો રહેશે તમારો દિવસ જાણો અમારી સાથે.

મેષ રાશિ
તમારા પ્રયત્નોનું મીઠું ફ્ળ ચાખવા મળે. સંજોગો સુધરતા જણાય. માનસિક તણાવ હળવો થતો અનુભવાય. વિવાદ શમાવી શકશો. પ્રવાસ મજાનો નીવડે.

વૃષભ રાશિ
આપની માનસિક બેચેની યા વિષાદનાં વાદળો વિખેરાતાં જણાય. મહત્ત્વના પ્રશ્નો હલ થતાં જણાય. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. પ્રવાસમાં વિઘ્ન બાદ પ્રગતિ.

મિથુન રાશિ
આવક કરતાં જાવક વધી જવાનો યોગ પ્રબળ જણાશે. વિરોધીઓના હાથ હેઠાં પડે. પ્રિયજનની ગેરસમજો દૂર કરી શકશો.

કર્ક રાશિ
સાનુકૂળ સંજોગોનો ઉપયોગ કરી શકશો. વિઘ્નમાંથી માર્ગ મળતો જણાશે. પ્રેમનાં પારખાં હિતાવહ ન સમજશો.

સિંહ રાશિ
મહત્વની કામગીરી અંગે પ્રતિકૂળતા જણાશે. ધીરજનું ફ્ળ મીઠું સમજવું. મિત્રની મદદ મળે. ગૃહજીવનમાં અશાંતિનો અનુભવ થતો જણાય.

કન્યા રાશિ
આર્થિક મૂંઝવણોનો અનુભવ વધે. ગણતરી વિનાના પગલાં ન ભરશો. પ્રિયજનથી સહકાર વધે. પ્રવાસમાં વિલંબ જણાય.

તુલા રાશિ
માનસિક અજંપો અને અસ્વસ્થતાનો અનુભવ જણાય. કેટલીક ચિંતાનો ઉપાય મળી આવતાં રાહત. સ્વજન સાથેના મતભેદ નિવારી લેજો.

વૃશ્ચિક રાશિ
કૌટુંબિક યા સામાજિક પ્રવૃત્તિઓ અંગે સાનુકૂળ સંજોગ. ધાર્યું કાર્ય કરવામાં અડચણ જણાશે. તબિયત માટે તકેદારી રાખવી યોગ્ય ગણજો.

ધન રાશિ
સો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે એ કહેવત સાર્તક થતી જોઈ શકશો. સ્વજનોથી મનદુઃખ ન સર્જાય તે જોજો.

મકર રાશિ
લાભદાયી કાર્યરચના અને મહત્ત્વની તક અંગે દિવસ સાનુકૂળ. પ્રવાસ-પર્યટન, મિલન-મુલાકાત ફ્ળતા જણાય.

કુંભ રાશિ
પ્રતિકૂળતા હશે યા વિઘ્ન હોય આપ તેમાંથી રસ્તો સર્જી શકશો. મંજિલને પામવા પ્રયત્નો વધારવા.

મીન રાશિ
કાર્ય સફ્ળતા અને મુલાકાતો થાય. પ્રવાસ-પર્યટન, સામાજિક પ્રસંગે અંગે સાનુકૂળ દિવસ જણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન