Watch Daily Horoscope 30 th July 2020 Rashifal video
  • Home
  • Featured
  • શ્રાવણ સુદ અગ્યારસને ગુરૂવાર આ ત્રણ રાશિઓએ જરા સંભાળીને રહેવુ, કેવો જશે દિવસ તમારો જાણો, Video

શ્રાવણ સુદ અગ્યારસને ગુરૂવાર આ ત્રણ રાશિઓએ જરા સંભાળીને રહેવુ, કેવો જશે દિવસ તમારો જાણો, Video

 | 7:00 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, શ્રાવણ સુદ અગ્યારસને ગુરુવાર. નક્ષત્ર- અનુરાધા, યોગ – બ્રહ્મ, કરણ – વણિજ, આજની રાશિ – વૃશ્ચિક (ન,ય)

મેષ રાશિ
બુદ્ધિ ચાતુર્ય જેવી આવડત નિષ્ક્રિય બને, માનસિક સ્થિતી નબળી રહે, અણીદાર વસ્તુઓની ઈજાથી બચવુ

વૃષભ રાશિ
વિવાહ અને સગાઈ જેવા પ્રસંગો ઉભા થાય, ભાગીદારીના ધંધામાં લાભ જણાય, આવકમાં વધારો થાય, પતિ પત્નીનાં પ્રેમમાં વધારો થાય

મિથુન રાશિ
લોકો પર તમે પ્રભાવ પાડી શકો, અટકેલા કાર્યો પુર્ણ થાય, મામા સાથેની મુલાકાત લાભદાયી રહે, ક્રોધ કરવાથી કાર્ય બગડી શકે

કર્ક રાશિ
સંતાનની ચિંતામાં વધારો થાય, નકારાત્મક વિષયોથી દૂર રહેવુ, ખોટી ચર્ચાઓથી દુર રહેવુ

સિંહ રાશિ
નવા વાહનની ખરીદી ન કરવી, મુસાફરીથી નુકશાન થઈ શકે, સગાઓ સાથે વાદ વિવાગ સર્જાઈ શકે

કન્યા રાશિ
આજનો દિવસ શુભ છે, ભાઈ બહેન સાથે મુલાકાતથી ફાયદો થાય, આત્મબળથી કોઈપણ કાર્ય કરવુ, ગળાની તકલીફમાંથી રાહત મળે

તુલા રાશિ
ખાણીપીણીનાં ધંધામાં નુકશાન થાય, મિત્રો પાછળ ખર્ચ થાય, આશાઓ નિરાશામાં બદલાતી જણાય, માથામાં વાગવાના યોગ છે

વૃશ્ચિક રાશિ
આજનો દિવસ શુભ છે, સુખની પ્રાપ્તિ થાય, આવકમાં વધારો થાય, સ્વાસ્થ્ય સારુ રહે

ધન રાશિ
મુશ્કેલીઓમાં વધારો થતો જણાય, ખોટા ખર્ચા પર કાબુ રાખવો, વિદેશ ગમનનાં પ્રશ્નોમાં સારા સમાચાર આવી શકે, પતિ પત્નીના સંબંધોમાં કડવાશ આવે

મકર રાશિ
સંતાનો સાથે વાદવિવાદમાં ન પડવુ, ધાર્મિક કાર્યો થઈ શકે, ઓફિસ કે ઘરનું મુહૂર્ત આજે કરી શકો

કુંભ રાશિ
કરેલી મહેનત રંગ લાવે, વ્યવસાયિક ક્ષેત્રે રોકાણ કરી શકો, ઉપરી અધિકારીથી લાભ થાય, આંધળો વિશ્વાસ ન કરવો

મીન રાશિ
ઈષ્ટદેવની પૂજા આજે અવશ્ય કરવી, સોશિયલ મિડીયાથી દૂર રહેવુ, સરકારી કાર્યમાં અડચણ આવી શકે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન