Watch Daily Horoscope 31 th July 2020 Rashifal video
  • Home
  • Featured
  • શ્રાવણ સુદ બારસને શુક્રવાર મિથુન રાશિને ભાગીદારીનાં ધંધામાં લાભ થાય, કેવો જશે દિવસ તમારો જાણો, Video

શ્રાવણ સુદ બારસને શુક્રવાર મિથુન રાશિને ભાગીદારીનાં ધંધામાં લાભ થાય, કેવો જશે દિવસ તમારો જાણો, Video

 | 8:00 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, શ્રાવણ સુદ બારસને શુક્રવાર. નક્ષત્ર- જયેષ્ઠા, યોગ – ઐન્દ્ર, કરણ – બવ, આજની રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ)

મેષ રાશિ
આજના દિવસ શરુઆત ધાર્મિક કાર્યથી કરવી. આંધળો વિશ્વાસ ન કરવો. કાયદાકીય બાબતોમાં ન ફસાવાય તેનું ધ્યાન રાખવુ

વૃષભ રાશિ
નિરાશાનો અનુભવ થાય. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. રમત ગમત ક્ષેત્રે પરાજયથી નિરુત્સાહી ન થવુ

મિથુન રાશિ
સામાજીક પ્રગતિ થાય, પત્નીનાં સુખમાં વૃદ્ધિ થાય, ભાગીદારીનાં ધંધામાં લાભ થાય, મન ગમતી વ્યક્તિને પ્રસ્તાવ મુકી શકો

કર્ક રાશિ
સ્વાસ્થ્ય ન બગડે તેનું ધ્યાન રાખવુ. શત્રુ મિત્ર બની શકે. વિવાદોનો ઉકેલ આવી શકે. નોકર સાથે વાદવિવાદ થાય

સિંહ રાશિ
બોલવાથી કરેલા કાર્યો બગડી શકે. મોજ શોખથી નુકશાન થાય. બુદ્ધિ જ્ઞાનનો સહકાર ન મળે

કન્યા રાશિ
જમીન મકાનને લગતા નિર્ણયો આજે ન કરવા. બૌદ્ધિક ચર્ચા અને વિવાદોથી બચવુ. આજના દિવસે મુસાફરી ટાળવી

તુલા રાશિ
ભાગ્યવૃદ્ધિના યોગ બને છે. ઉધારી કરવી નહીં. આજના દિવસે કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. મહેનત રંગ લાવે

વૃશ્ચિક રાશિ
આપની ભાવનાઓની કદર ન થાય, ધંધાકિય બાબતોમાં મતભેદ થઈ શકે, ખાનપાનમાં વ્યવસાયક્ષેત્રે નુકશાની થાય

ધન રાશિ
આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઉચ્ચ પદવી મળી શકે. નોકરી ક્ષેત્રે પ્રગતિ જણાય. ધન લાભ થઈ શકે

મકર રાશિ
પ્રયત્નોમાં નિષ્ફળતા મળે. શત્રુઓથી સાવધાન રહેવુ. ખોટા ખર્ચામાં વધારો થાય. માનસિક શાંતિનો ભંગ થાય

કુંભ રાશિ
આર્થિક ક્ષેત્રે પ્રગતિ થાય, રચનાત્મક કાર્યોમાં પ્રગતિ જણાય. આજના દિવસે લોભ ન કરવો

મીન રાશિ
ધંધાકિય ક્ષેત્રે સફળતા જણાય. ધર મકાનથી લાભ થાય, દવાક્ષેત્રમાં સફળતા મળે. પ્રતિષ્ઠામાં વધારો થાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન