Watch Daily Horoscope 31 th May 2020 Rashifal video
  • Home
  • Featured
  • જેઠ સુદ નવમીને રવિવાર સિંહ, મિથુન, કન્યાને મળશે ખુશીના સમાચાર, શું કહે છે તમારી રાશિ જાણો Video

જેઠ સુદ નવમીને રવિવાર સિંહ, મિથુન, કન્યાને મળશે ખુશીના સમાચાર, શું કહે છે તમારી રાશિ જાણો Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, જેઠ સુદ નવમી, રવિવાર, હરિ નવમી, રવિયોગ આખો દિવસ, ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ કેવો રહેશે તમારા માટે જાણીલો.

મેષ રાશિ
નાણાભીડ બાદ આવકનો સ્રોત મળે. કાર્ય સફળતા જણાય. ચિંતા ઉકેલાય.

વૃષભ રાશિ
પ્રયત્નોનું ફળ મળે. પ્રવાસ થાય. તબિયત સુધરતી જણાય.

મિથુન રાશિ
મનની મૂંઝવણ દૂર થાય. કોઈની મદદ ઉપયોગી બને. ખર્ચનો પ્રસંગ જણાય.

કર્ક રાશિ
અગત્યના કાર્યમાં વિલંબ બાદ સફળતા. સ્નેહીથી મિલન. તબિયત નરમ જણાય.

સિંહ રાશિ
મહત્વની બાબતો અંગે નિર્ણયો લઈ શકો. કૌટુંબિક કાર્ય થાય.

કન્યા રાશિ
આપના વિરોધીથી બચી શકો. ચિંતાનો હલ મળે. નાણાભીડનો ઉકેલ જણાય.

તુલા રાશિ
આપના કામકાજો-આયોજનો માટે સાનુકૂળ તક. પ્રગતિકારક સમય. મિલન-મુલાકાત થાય.

વૃશ્ચિક રાશિ
તણાવનો ઉકેલ. મિત્ર-સ્નેહીથી મદદ. કાર્ય સફળતા. ગૃહજીવનમાં આનંદ.

ધન રાશિ
નોકરી-વ્યવસાયનાં કામકાજોની ગૂંચવણો અંગે ગ્રહો મદદરૃપ બને. પ્રવાસ ફળે. તબિયત સાચવવી.

મકર રાશિ
ભાગ્યની મદદ મેળવી શકશો. સ્વજનોથી સહાય. પ્રવાસ મજાનો રહે.

કુંભ રાશિ
તબિયત સુધરે. ખર્ચ-વ્યય વધે તેમ છે. ઉઘરાણી અંગે મદદ રહે.

મીન રાશિ
ગૃહજીવનમાં સંવાદિતા. ખર્ચ અટકાવજો. કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન