Watch Daily Horoscope 4 th April 2020 Rashifal video
  • Home
  • Featured
  • ચૈત્ર સુદ એકાદશી, શનિવાર, શુક્ર-શનિનો ત્રિકોણયોગ આ બે રાશિનો થશે ભાગ્યોદય, Video

ચૈત્ર સુદ એકાદશી, શનિવાર, શુક્ર-શનિનો ત્રિકોણયોગ આ બે રાશિનો થશે ભાગ્યોદય, Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, ચૈત્ર સુદ એકાદશી, શનિવાર. કામદા એકાદશી, શ્રી વલ્લભાચાર્ય વધાઈ, શુક્ર-શનિનો ત્રિકોણયોગ કેવો રહેશે તમારા માટે જાણો અમારી સાથે.

મેષ
આપના કૌટુંબિક પ્રશ્નો અંગે સાનુકૂળતા સર્જાય. નોકરીની ચિંતા દૂર થાય. ખર્ચ રહે.

વૃષભ
આવક સામે ખર્ચ વધતાં જણાય. કૌટુંબિક વિવાદથી દૂર રહેજો. અગત્યની તક સર્જાય.

મિથુન
ચિંતા-અશાંતિનાં વાદળ વિખેરાય. પ્રસન્નતા સર્જાય. આવકવૃદ્ધિના પ્રયત્નો ફ્ળે.

કર્ક
લાભદાયી તક સર્જાય. કૌટુંબિક કામકાજ અંગે સાનુકૂળતા રહે. તબિયત સાચવવી.

સિંહ
ધીરજની કસોટી થતી લાગે. માનસિક ઉદ્વેગ દૂર થાય. પ્રવાસ મજાનો રહે.

કન્યા
આપના મનની મૂંઝવણનો ઉકેલ શોધી શકશો. ખર્ચ-વ્યય વધે નહીં તે જોજો. પ્રવાસ ફ્ળે.

તુલા
મહત્વનાં કામકાજો અંગે હજી વિલંબ જણાય. સ્નેહીથી મિલન-મુલાકાત. નાણાભીડ રહે.

વૃશ્ચિક
પ્રવાસ-મુલાકાત ફ્ળદાયી રહે. તણાવમુક્તિ જણાય. કાર્ય સફ્ળતા મળે.

ધન
આપની ધારણાઓ અવળી પડતી જણાશે. વિલંબથી કાર્ય સફ્ળતા જણાય. ખર્ચ રહે.

મકર
મહત્વનાં કામકાજો અંગેની ગૂંચ-ચિંતા દૂર થતી જણાય. સ્નેહી-સ્વજનથી મિલન.

કુંભ
સાનુકૂળતાનો ઉપયોગ કરી લેજો. ગૃહવિવાદ ટાળજો. તબિયત નરમ જણાય.

મીન
પરિસ્થિતિ સુધરતી લાગે. નસીબનો સાથ જણાય. સ્વજનની મદદ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન