Watch Daily Horoscope 5 th April 2020 Rashifal video
  • Home
  • Featured
  • ચૈત્ર સુદ બારસને રવિવાર વામન દ્વાદશીએ કેવો જશે તમારો દિવસ જાણો અમારી સાથે, Video

ચૈત્ર સુદ બારસને રવિવાર વામન દ્વાદશીએ કેવો જશે તમારો દિવસ જાણો અમારી સાથે, Video

 | 6:40 am IST

વિક્રમ સંવત 2076, ચૈત્ર સુદ બારસ, રવિવાર, વામન દ્વાદશી, પ્રદોષ, ચંદ્ર-મઘાની યુતિ, ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ
મેષ
મનની મૂંઝવણ કે અશાંતિ દૂર થાય. સ્વજનનો સહકાર મળે. સફળતાની તક આવી મળે.
વૃષભ
આવક-ખર્ચને સમતોલ રાખજો. પ્રવાસ સફ્ળ જણાય. આરોગ્ય જળવાતું લાગે.
મિથુન
સામાજિક કામ-પ્રસંગ અંગે સાનુકૂળતા. આવક વધારવી મુશ્કેલ જણાય. સમાધાનકારી વલણ ઉપયોગી જણાય.
કર્ક
ઉતાવળા નિર્ણય કે અમલથી સાવધ રહેજો. નુકસાનથી ચેતવું. સ્નેહી-સ્વજનથી મિલન થાય.
સિંહ
આવક સામે ખર્ચનું પ્રમાણ વધવાના યોગ હોઈ ગણતરી રાખજો. સ્નેહીથી ગેરસમજ જણાય.
કન્યા
ધાર્યું કરવાની ઉતાવળ -જિદ ટાળવી. સમજી-વિચારીને ચાલવું. વિવાદ અટકાવજો.
તુલા
આર્થિક અને સામાજિક વ્યવહારોમાં સાવધ રહેજો. ગેરસમજો નિવારવી. પ્રવાસની તક મળે.
વૃશ્ચિક
આપના પ્રયત્નો અને ધીરજનું ઈષ્ટ ફ્ળ આવતું જણાય. અગત્યની તક સર્જાય.
ધન
માનસિક તણાવ દૂર થાય. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. પ્રવાસ ફ્ળે.
મકર
વ્યથા-વેદના હશે તો દૂર થાય. આવકનો માર્ગ મળે. સામાજિક કામ-પ્રસંગ પતે.
કુંભ
પ્રતિકૂળતા-સંઘર્ષ અને કોઈ ચિંતા હશે તો તેમાંથી બહાર આવવાનો માર્ગ સર્જાય.
મીન
આપના પ્રયત્નો ફ્ળદાયી જણાય. ખર્ચ-ખરીદીનો પ્રસંગ. તબિયત સાચવવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન