Watch Daily Horoscope 6 th july 2020 Rashifal video
  • Home
  • Featured
  • અષાઢ વદ એકમને સોમવાર મેષ, મિથુન, કર્ક રાશિએ જરા સંભાળીને રહેવુ, Video

અષાઢ વદ એકમને સોમવાર મેષ, મિથુન, કર્ક રાશિએ જરા સંભાળીને રહેવુ, Video

 | 6:50 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, અષાઢ વદ એકમને સોમવાર. નક્ષત્ર- ઉત્તરાષાઢા, યોગ -વૈવૃત્તિ, કરણ – તૈતિલ. આજની રાશિ – મકર (ખ,જ)

મેષ રાશિ
આજે તમારા મહત્વના કામ પુરા થાય. ભાગીદારોથી સંભાળવુ. આજે જાહેરમાં માન સન્માનમાં વૃદ્ધિ થાય

વૃષભ રાશિ
જુના રોગોમાંથી મુક્તિ મળે. ફસાયેલા નાણા આજે પરત મળી શકે છે

મિથુન રાશિ
વેપારમાં આજે નુકશાની આવી શકે છે. ઉપરી અધિકારી સાથે વાદ વિવાદ થાય. મહત્વના કાર્યો અટવાઇ પડે

કર્ક રાશિ
આજે વિદ્યાર્થીઓ માટે મધ્યમ ફળદાયી દિવસ રહે. આજે દરેક કાર્યોમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય

સિંહ રાશિ
આજે કોઇ ન ગમતા સમાચાર આપને પ્રાપ્ત થઇ શકે છે. આજે ઉદાસિનતાના વાદળો આપ પર છવાયેલા રહે. નજીકના મિત્રો સાથે મુલાકાતનો યોગ છે

કન્યા રાશિ
આજે પ્રવાસ કે મુસાફરીમાં મુશ્કેલી આવી શકે છે. બને ત્યાં સુધી મુસાફરી ટાળવાની સલાહ છે

તુલા રાશિ
આજે કોઇપણ કાર્યમાં ઉતાવળ ન કરવાની સલાહ. દરેક કાર્ય સમજી વિચારીને કરવુ હિતાવહ રહે. ભાગીદારીથી આજે સાચવવુ

વૃશ્ચિક રાશિ
ભાઇ બહેનોના સંબંધોમાં મધુરતા આવે. આજે ઉતાવળિયો સ્વભાવ મુશ્કેલીમાં મુકી શકે. દાન આપવામાં વિવેક રાખવાની સલાહ છે

ધન રાશિ
આજે શારીરિક કોઇ રોગથી આપ પીડાશો. સ્વભાવમાં ઉગ્રતા ઓછી કરવી. વાદ વિવાદથી દુર રહેવુ

મકર રાશિ
આજે પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે. ખોટા ખર્ચથી આજે સંભાળવુ પડે

કુંભ રાશિ
આજે માનસિક રીતે હેરાન પરેશાન રહો. કોઇ પર આંધળો વિશ્વાસ ન કરવાની સલાહ છે. ખોટા ખર્ચ ન થાય તે જોવુ

મીન રાશિ
આજે ક્રોધ પર કાબુ રાખવો. સંતાનથી તમને નુકશાની આવી શકે. સંભાળીને આજે દિવસ પસાર કરવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન