Watch Daily Horoscope 6th March 2020 Rashifal video
  • Home
  • Featured
  • ચૈત્ર સુદ તેરસ, સોમવાર રચાયો ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ, કેવી પડશે તમારા પર અસર જુઓ Video

ચૈત્ર સુદ તેરસ, સોમવાર રચાયો ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ, કેવી પડશે તમારા પર અસર જુઓ Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, ચૈત્ર સુદ તેરસ, સોમવાર, અનંગ ત્રયોદશી, જૈન મહાવીર જયંતી, નૃસિંહ દોલોત્સવ, ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ

મેષ
આપના પ્રયત્નોનું મીઠું ફ્ળ ચાખવા વધુ ધીરજ જોઈશે. સ્નેહી-સ્વજનથી સહકાર. પ્રવાસ ફ્ળે.

વૃષભ
આપના ધંધા-નોકરી કે અન્ય કોઈ ગૂંચવાયેલા કામકાજ હશે તો તેને સફ્ળ બનાવી શકશો. પ્રવાસ મજાનો નીવડે.

મિથુન
આપની અંતઃકરણની વ્યથા-વેદનામાંથી બહાર આવી શકશો. લાભદાયી તક મળે.

કર્ક
આવક સામે ખર્ચા વધી ન જાય તે જોજો. કૌટુંબિક કાર્ય થઈ શકે. સ્વજનથી સંવાદિતા.

સિંહ
મનઃસ્થિતિ બેચેનીભરી હશે તો હવે રાહત અનુભવાય. આવકવૃદ્ધિના પ્રયત્ન વધારજો.

કન્યા
આપના પ્રયત્નો ફ્ળદાયી બને. કૌટુંબિક બાબતની ચિંતાનો હલ મળી આવે. ખર્ચ પર કાબૂ રાખજો.

તુલા
આપના ધાર્યા કામકાજો આડે હજી વિઘ્ન-વિલંબ જણાય. માનસિક શાંતિ-સ્વસ્થતા જાળવવા ધ્યાન-યોગ ઉપયોગી નીવડે.

વૃશ્ચિક
તબિયતની કાળજી લેજો. નાણાભીડ જણાય. ગૃહજીવનનાં કામકાજો સફ્ળ બને.

ધન
આપના પ્રવાસ-મુલાકાતો અંગે સાનુકૂળ તક સર્જાય. કૌટુંબિક ટેન્શન દૂર કરી શકશો. ખર્ચનો પ્રસંગ.

મકર
અગત્યનાં કામકાજોમાં વિલંબ જણાય. તબિયતની કાળજી લેજો. અંગત ચિંતા દૂર થાય.

કુંભ
આપના સામાજિક કાર્યો અને મિલકતની બાબતો માટે સાનુકૂળ તક મળે. આરોગ્ય સુધરે.

મીન
અગત્યના કામકાજોને હાથ ધરીને સફ્ળ બનાવી શકશો. વિવાદ ટાળજો. વ્યથા દૂર થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન