Watch Daily Horoscope 7 th July 2020 Rashifal video
  • Home
  • Featured
  • અષાઢ વદ બીજને મંગળવાર મિથુન રાશિને મળશે મહેનતનું ફળ, કેવો રહેશે દિવસ તમારો જાણો, Video

અષાઢ વદ બીજને મંગળવાર મિથુન રાશિને મળશે મહેનતનું ફળ, કેવો રહેશે દિવસ તમારો જાણો, Video

 | 6:50 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, અષાઢ વદ બીજને મંગળવાર. નક્ષત્ર- શ્રવણ, યોગ -વિશ્કુમ્ભ, કરણ – ગર. આજની રાશિ – મકર (ખ,જ)

મેષ રાશિ
શરીર પીડામાંથી આજે મુક્તિ મળે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થાય. સંબંધોમાં મધુરતા આવે

વૃષભ રાશિ
આજે સંતાનોની ચિંતા આપને સતાવે. નોકરી ધંધામાં પ્રગતિ જણાય. માતા પિતાનો સ્નેહ મળે

મિથુન રાશિ
મોસાળ પક્ષથી ફાયદો થાય. જમીન મકાનના કામકાજનો ઉકેલ આવે. મહેનતનું ફળ પ્રાપ્ત થતુ જણાય

કર્ક રાશિ
કોર્ટ કચેરીથી સાચવવુ પડે. મિત્રો સાથે વ્યવહાર ન બગડે તેનું ધ્યાન રાખવુ. ખોટી સંગતથી નુકશાની વેઠવી પડે

સિંહ રાશિ
ક્રોધ પર કાબુ રાખવો. આજે ન બોલવાનું બોલાઇ ન જાય તે જોવુ. લોકો સાથે સંબંધો ન બગડે તેનું ધ્યાન રાખવુ

કન્યા રાશિ
પુરુષ વર્ગના મિત્રોથી આજે દુર રહેવુ. શારિરીક તકલીફો આજે હેરાન કરશે. જીવનસાથીની શોધનો આજે અંત આવતો જણાય

તુલા રાશિ
પરિવારની ચિંતા રહે. આજે વિઘ્નો આપની રાહ જોશે. પ્રવાસ યોગ છે પરંતુ પ્રવાસ ન કરવાની સલાહ

વૃશ્ચિક રાશિ
આજે પાણીથી આપે સાચવવાનું રહે. આજે રોકાણનું યોગ્ય ફળ મળતુ જણાશે. મિત્રોની મદદથી કાર્યો પાર પડશે

ધન રાશિ
દાંપત્યજીવનમાં થોડી તકલીફ રહે. પરિવારમાં સંવાદિતા સર્જાશે. ક્રોધ પર કાબુ રાખવાની સલાહ છે

મકર રાશિ
આવકમાં વૃદ્ધિના યોગ છે. આજે સગા સ્નેહીઓના કપટનો ભોગ બનવુ પડે. સાવધાની પુર્વક દિવસ પસાર કરવો

કુંભ રાશિ
નોકરી કરતા જાતકોએ સાચવવુ. વ્યવસાયમાં વૃદ્ધિ થતી જણાય. વિદ્યાર્થી મિત્રો માટે પણ સારો દિવસ રહે

મીન રાશિ
માર્કેટીંગ અને વકીલ ક્ષેત્રે સુવર્ણ તક મળતી જણાય. શારિરીક પીડાથી આપ પિડાશો. માથાના ભાગે ઇજા પહોચવાના યોગ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન