Watch Daily Horoscope 7th March 2020 Rashifal video
  • Home
  • Featured
  • ચૈત્ર સુદ ચૌદશ, મંગળવાર હાટકેશ્વર જયંતી પર આ ત્રણ રાશિએ સંભાળીને રહેવુ, Video

ચૈત્ર સુદ ચૌદશ, મંગળવાર હાટકેશ્વર જયંતી પર આ ત્રણ રાશિએ સંભાળીને રહેવુ, Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, ચૈત્ર સુદ ચૌદશ, મંગળવાર હાટકેશ્વર જયંતી, વ્રતની પૂનમ, હનુમાન જયંતીનો ઉપવાસ આજે કરવો, ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ

મેષ
આપના જીવનમાં સંવાદિતા સર્જી શકશો. નાણાભીડ અનુભવાય. પ્રાર્થના ફ્ળતી લાગે.

વૃષભ
ધીમે ધીમે પ્રગતિનો માર્ગ ખૂલતો લાગે. વિશ્વાસે રહેવું નહીં. આર્થિક ચિંતા હળવી બને.

મિથુન
આવક સામે ખર્ચા વધી ન જાય તે જોજો. અગત્યની તક મળે. સ્નેહીથી સહાય.

કર્ક
આપની આવક વધારવાના પ્રયત્નો ફ્ળદાયી જણાય. પ્રભુનો પ્રેમ પ્રાર્થનાથી મેળવજો.

સિંહ
લાગણી-સ્વમાન ઘવાતા લાગે. માફ્ કરવાની વૃત્તિ શાતા બક્ષે. પ્રવાસમાં વિલંબ.

કન્યા
સાનુકૂળ સંજોગો સર્જાતા જણાય. કૌટુંબિક બાબતોની ગૂંચ ઉકેલાય. તબિયત ચિંતા દૂર થાય.

તુલા
પ્રતિકૂળતાના સંજોગોના કારણે માનસિક તણાવ હશે તો દૂર થાય. સ્નેહી-સ્વજનોથી સહકાર.

વૃશ્ચિક
મૂંઝવણો અથવા અંતરાયોનો અનુભવ થતો જણાય. વધુ પ્રયાસે સફ્ળતા સાંપડે. ગૃહવિવાદનો પ્રસંગ.

ધન
ધાર્યા કામમાં પ્રગતિ થતી જોઈ શકશો. સ્નેહી-સ્વજનોથી ગેરસમજ દૂર કરી શકશો.

મકર
આવકનો માર્ગ રુંધાતો લાગે. યોગ્ય ગણતરીપૂર્વકની ચાલ નાણાકીય લાભ ઊભો કરી આપે.

કુંભ
લાલચ-લોભ દૂર રહી યોગ્ય પુરુષાર્થ કરશો તો નુકસાન અટકે. આરોગ્ય સાચવવું.

મીન
આપના પ્રયત્નોનું મીઠું ફ્ળ ચાખવા ધીરજની જરૃર પડશે. અગત્યના સમાચાર. મનની મુરાદ બર આવતી જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન