Watch here is Daily Horoscope 8 th March Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફાગણ વદ બારસને ગુરુવાર, ચંદ્ર ગુરુનું ક્રાંતિ સામ્ય. કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

ફાગણ વદ બારસને ગુરુવાર, ચંદ્ર ગુરુનું ક્રાંતિ સામ્ય. કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:30 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, ફાગણ વદ બારસ. ગુરુવાર, પંચક, ચંદ્ર ગુરુનું ક્રાંતિ સામ્ય. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપના ગૂંચવાયેલા કામો કે પ્રશ્નોનો હલ કરવાનો ઉપાય સાંપડે. ગૃહજીવનમાં સંવાદિતા. પ્રવાસ અંગે ખર્ચ રહે.

વૃષભ રાશિ
આપની મનોકામના પૂર્ણ કરવાના સંજોગ સર્જાય. કૌટુંબિક સહયોગ, તબિયત સુધરતી જણાય. મનની મુરાદ ફળે.

મિથુન રાશિ
આપના સામાજિક અથવા વ્યવયાસિક ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ હળવી થતી લાગે. પ્રયત્નો ફળે, આરોગ્ય સાચવજો.

કર્ક રાશિ
મહત્ત્વની કામગીરી અંગે સંજોગો સાથ આપતા જણાય. લાભની તક, મિલન-મુલાકાતથી આનંદ રહે.

સિંહ રાશિ
આશાવાદી બનશો તો જરૃર રાહત અનુભવાય. કુટુંબના પ્રશ્નો હલ થાય. વ્યાવસાયિક પ્રશ્નો ઉકેલી શકશો.

કન્યા રાશિ
આપની કોઈપણ સમસ્યા આપ વડીલ-મિત્રની મદદથી કે માર્ગદર્શનથી હલ મેળવી શકશો. નોકરિયાતને લાભ.

તુલા રાશિ
આપની ધારેલી યોજનાને આગળ વધારવા સમાધાનકારી વલણ જરૃરી માનજો. નાણાભીડ-અવરોધ.

વૃશ્ચિક રાશિ
પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો. ગૃહજીવનમાં સમાધાન કારગત નીવડે. વિઘ્ન દૂર થાય.

ધન રાશિ
સાનુકૂળતા મળે. પ્રસન્નતા અનુભવાય. ચિંતા અશાંતિ દૂર થાય. મિલન-મુલાકાત.

મકર રાશિ
આપના મનની મૂંઝવણનો ઉકેલ મળતો જણાય.સ્નેહીનો સહકાર. નાણાભીડ દૂર થાય.

કુંભ રાશિ
આપની અગત્યની કામગીરી અંગે સમય સુધરતો જણાય. કૌટુંબિક સંવાદિતા સર્જી લેજો.

મીન રાશિ
સામાજિક કાર્ય સફળ બને. નોકરી-ધંધામાં વિલંબ વધતો જણાય. નાણાભીડ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન