આ રાશિના જાતકોએ આજના દિવસે ગૃહવિવાદમાં સંભાળવું, કાર્યમાં પણ અવરોધ આવશે - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • આ રાશિના જાતકોએ આજના દિવસે ગૃહવિવાદમાં સંભાળવું, કાર્યમાં પણ અવરોધ આવશે

આ રાશિના જાતકોએ આજના દિવસે ગૃહવિવાદમાં સંભાળવું, કાર્યમાં પણ અવરોધ આવશે

 | 7:00 am IST

મેષ રાશિના જાતકો આજના દિવસે તમારા પ્રયત્નો-ઇચ્છાઓ ફળે. ધાર્યા કામમાં સફળતા મળતી જણાય. સાનુકૂળ દિવસ રહે. વૃષભ આવક કરતાં ખર્ચ વધવા ન દેશો. કૌટુંબિક મતભેદ નિવારજો. આરોગ્ય સાચવવું. મિથુન રાશિ માટે અગત્યના કાર્ય માટે સાનુકૂળતા રહે. મિલન-મુલાકાત સફળ થાય. પ્રવાસમાં સાચવવું.

કર્ક રાશિના જાતકો આજના દિવસે  લાભ કરતાં વ્યય વધે. ગૃહવિવાદમાં સંભાળવું. આપના કાર્યમાં અવરોધ જણાય. સિંહ રાશિના જાતકો આજના દિવસે ધંધા-વ્યવસાયિક કામ સફળ થાય. કાર્યમાં સફ્ળતા મળે. કન્યા સાનુકૂળતા વધારતો દિવસ. નવીન કાર્ય થાય. પ્રવાસ. મિલન-મુલાકાત.

તુલા તમારી તકદીરને દોષ દેવા કરતાં આળસને જવાબદાર ગણજો. મન હશે તો માળવે જવાય એ ન ભૂલશો. વૃશ્વિક હકારાત્મક વિચારો-નિર્ણયો જરૃર ઉપયોગી સાબિત થાય. લાગણીઓ પર સંયમ રાખજો. ધન ધીરજની કસોટી થતી જણાય. ધાર્યા કામમાં વિલંબ જોવાય. કૌટુંબિક-આર્થિક ચિંતાનો અનુભવ.

મકર નાણાકીય સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ ખૂલતો જણાય. સગાં-સ્વજન પાસેની અપેક્ષા ફળે નહીં. કુંભ આપની અગત્યની કામગીરી અંગે સમય સુધરતો જણાય. તબિયતની ચિંતા દૂર થાય. લાભ અટકતો લાગે. મીન આપના હાથ નીચેના માણસો અંગે તણાવ જણાય. વિઘ્ન વિલંબ સર્જાતો લાગે. તબિયત સાચવજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન