Watch Daily Horoscope September 13 th 2019 Rashifal video
  • Home
  • Featured
  • શરદ પૂનમનો દિવસ કેવો રહેશે તમારા માટે જાણો એક ક્લિક પર, Video

શરદ પૂનમનો દિવસ કેવો રહેશે તમારા માટે જાણો એક ક્લિક પર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, આસો સુદ પૂનમ, રવિવાર શરદ પૂનમ, વ્રતની-માણેકઠારી-કોજાગરી પૂનમ, વાલ્મીકિ જયંતી, પંચક મેષ મનોબળ દૃઢ બનાવજો. આર્થિક પ્રશ્ન હલ થાય. વ્યવસાયિક ચિંતા રહે. વૃષભ આપના અંગત પ્રશ્નો અંગે તણાવનો અનુભવ થતો લાગે. નાણાભીડ હશે તો દૂર થાય.

મિથુન અગત્યના કામમાં અવરોધ બાદ સફળતા મળતી જણાય. પ્રવાસની તક સર્જાય. કર્ક માનસિક તણાવ હળવો બને. નાણાકીય બાબત અંગે સાનુકૂળ તક. પ્રતિકૂળતા દૂર થાય. સિંહ આપના નોકરી-ધંધાના પ્રશ્નો ગૂંચવાય નહીં તે જોજો. લાભ અટકતો લાગે. સ્નેહીથી મિલન.

કન્યા આપની મનની મુરાદ મનમાં રહેતી લાગે. વ્યવસાયિક ક્ષેત્રે દબાણ જણાય. તબિયત સાચવજો. તુલા આર્થિક વ્યવહારોમાં સાવધાન રહેવું. વ્યવસાયિક પ્રશ્ન હલ થતો લાગે. પ્રવાસ ફળે. વૃશ્ચિક આપનો પરિશ્રમ ફળદાયી બને. તબિયત સુધરે. સ્નેહીથી મિલન. ધન કાર્ય સફળતા માટે વધુ પ્રયત્નો જરૃરી માનજો. વિવાદ ટાળજો. ખર્ચ વધે.

મકર આપના નિરાશાનાં વાદળ હટતાં લાગે. લાભદાયી તક. સ્વજનનો સહકાર. કુંભ સુધારાજનક સંજોગનો લાભ લઈ શકશો. નાણકીય કાર્ય થઈ શકે. પ્રવાસ મજાનો. મીન આપની વ્યવસાયિક સ્થિતિ તણાવભરી હશે તો હવે સુધરે. સાનુકૂળ તક સર્જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન