NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટે ટીવી એન્કર બનીને ગેલનું લીધુ ઈન્ટરવ્યું, કહ્યું- તમે બધા મારા માટે સ્પેશ્યલ

વિરાટે ટીવી એન્કર બનીને ગેલનું લીધુ ઈન્ટરવ્યું, કહ્યું- તમે બધા મારા માટે સ્પેશ્યલ

 | 5:07 pm IST

ગુજરાત લાયન્સના વિરૂદ્ધ 21 રનથી જીત મેળવ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરરના કેપ્ટન વિરાટ કોહલી એન્કરના રૂપની ભૂમિકામાં નજરે પડ્યો હતો. આ દરમિયાન તેને સાથી ખેલાડી ક્રિસ ગેલનું ઈન્ટરવ્યુ લીધું હતું. જણાવી દઈએ કે, આ મેચમાં ક્રિસ ગેલે 77 રનની ધમાકેદાર ઈનિંગ રમીને ટી-20માં પોતાના 10,000 રન પણ પૂરા કરી લીધા હતા. ટી-20માં આ સિદ્ધિ મેળવનાર ક્રિસ ગેલ એકમાત્ર ખેલાડી છે. મેચ બાદ વિરાટ કોહલીએ ક્રિસ ગેલનો 86 સેકન્ડનો રસપ્રદ ઈન્ટરવ્યુ કર્યો હતો.

વિરાટ: મારી સાથે ઓપનિંગ કરીને કેવું અનુભવી રહ્યાં છો. 

ગેલ: તમારી સાથે ઓપનિંગ કરવી તે એક શાનદાર અનુભવ છે. તમે લેજેન્ડ છો અને તમે ખુબ જ રન બનાવ્યા છે. નોન સ્ટ્રાઈકિંગ એન્ડ પર રહીને તમને સરળતાથી રન બનાવવા દેખવા પણ એક શાનદાર અનુભવ છે. તમે તમારા કરિયરમાં ઘણા મુકામ મેળવ્યા છે. હું મારા દિલથી તમારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છુ.

વિરાટ: આપણા વચ્ચે ટી-20માં દસમી શતકીય ભાગીદારી થઈ. તમે 40ની એવરેજથી અને 150ની સ્ટ્રાઈક રેટ સાથે 10 હજાર રન પૂરા કર્યા છે. જેમાં તમે 16 શતક ફટકારી ચૂક્યા છો. આ આંકડા કમાલના છે. મારી સારા નસીબના કારણે તમારી સાથે ઓપનિંગ કરી રહ્યો છું. આટલા વર્ષોથી તમે યુનિવર્સના બોસ છો. તમે આવું કઈ રીતે કરી શકો છો.?

ગેલ: 10 હજાર રન પૂરા કરવા ખરેખર કમાલ છે. તે ક્ષણ મે તમારી સાથે શેર કરી અને તે વચ્ચે આપણે ઘણી બધી ભાગીદારી કરી છે. તે ઉપરાંત આરસીબી જેવી ફ્રેન્ચાઈઝીથી જોડાવવું પણ ખુબ જ સારૂ છે. જ્યારથી હું ફ્રેન્ચાઈઝી સાથે જોડાયો છું ત્યારથી ખુબ જ સારી વસ્તુઓ થઈ છે. વ્યક્તિગત રીતે પણ કમાલની વાતો થઈ છે. તે માટે હું આભારી છું. તમે બધા જ લોકો સ્પેશ્યલ છો. આરસીબીમાં ઘણું બધું ટેલેન્ટ છે. બધા જ યુવા ખેલાડી છે અને અમે બધા ખુબ જ મજા કરીએ છીએ. ખરેખર તે કમાલનો અનુભવ છે.