Video: Hindu Mahasabha Leader Celebrate Mahatma Gandhiji's Death By Shooting In Aligarh
  • Home
  • Featured
  • શરમજનક! ફરી એકવખત મહાત્મા ગાંધીની અલીગઢમાં થઇ હત્યા, Video આવ્યો સામે

શરમજનક! ફરી એકવખત મહાત્મા ગાંધીની અલીગઢમાં થઇ હત્યા, Video આવ્યો સામે

 | 1:41 pm IST

ગાંધી નિર્વાણ દિવસના અવસર પર ઉત્તરપ્રદેશના અલીગઢમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ પૂજા પાંડે એ પોતાના સાથીઓ સાથે મળી ગાંધીજીના પૂતળાને ગોળી મારી. પૂજા શુકન પાંડે એ મહાત્મા ગાંધીના પૂતળા પર ત્રણ ગોળીઓ ચલાવી, પેટ્રોલ છાંડી પૂતળાને ફૂંકયા અને મીઠાઇ વહેંચી. તેની સાથે જ પોતાના સાથીઓએ સાથએ ‘ગોડસે જિંદાબાદ’ના નારા લગાવ્યા.

આ દરમ્યાન પૂજા શકુનના પતિ અશોક કુમાર પાંડે પણ ત્યાં હાજર હતા. તેમણે પણ પૂતળાને ગોળી મારી હતી. અશોક કુમાર અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવકતા છે. તેના પર વિવાદ થતાં અશોક કુમારે કહ્યું કે મહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારવાનો કોઇ અફસોસ નથી. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના લીધે જ હિન્દુ મરી ગયા. તેમણે જ દેશના ભાગલા પાડ્યા. નાથુરામ ગોડસે જો મહાત્મા ગાંધીને મારતા નહીં તો દેશના વધુ ટુકડા થઇ જાત. ગાંધીએ દેશને આઝાદી અપાવી નથી. સાથો સાથ તેમણે કહ્યું કે ભાજપ સાથે તેમનો કોઇ સંબંધ નથી, તેઓ ગોડસેના અનુયાયી છે.

સોશિયલ સાઇટ પર વીડિયો અને ફોટો સામે આવ્યા બાદ પોલીસે એફઆઇઆર નોંધાવી છે. પોલીસ જ્યારે આ લોકોને પકડવા ગઇ તો તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. એફઆઇઆરમાં હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ પૂજા શકુન અને તેના પતિ સહિત 13 લોકોના નામ લખાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન