watch horse rescue video by helicopter viral on social media
  • Home
  • Featured
  • 60 ફૂટ નીચે ખીણમાં એક ઘોડી ફસાઈ હતી, રેસ્ક્યૂ ટીમે હેલિકોપ્ટરથી બચાવી લીધી! વીડિયો વાયરલ

60 ફૂટ નીચે ખીણમાં એક ઘોડી ફસાઈ હતી, રેસ્ક્યૂ ટીમે હેલિકોપ્ટરથી બચાવી લીધી! વીડિયો વાયરલ

 | 7:40 pm IST

આ ઘોડીનું નામ લોલા છે, જે 8 વર્ષનો છે. તે ખીણથી 60 ફુટ નીચે ખીણમાં પડી અને ત્યાં ફસાઈ ગઈ હતી. આ પછી ઓસીએફએ ટેક્નીકલ બચાવ ટીમના સભ્યોએ તેને હેલિકોપ્ટર દ્વારા બતાવવાનો પ્લાન બનાવ્યો. આ વિસ્તાર એવો હતો કે જમીનના રસ્તે જવાનું મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં ટીમે તેને બચાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. તેઓએ તેમને પ્રથમ હેલિકોપ્ટરની મદદથી ઉપડી અને પછી સુરક્ષિત સ્થળે ઉતારી. સુરક્ષિત સ્થેળે પણ બચાવ ટીમના કેટલાક સભ્યો પહેલેથી રાહ જોઈ રહ્યા હતા. લોલાને બચાવવામાં આ ટીમ સફળ થઈ અને જોઈને ખૂબ આનંદ થયો!

વીડિયોને તેના ઓફિશિયલ ફેસબુક પેજ પર ઓરેંજ કાઉન્ટી ફાયર ઓથોરિટી (ઓસીએફએ) દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઘટના કેલિફોર્નિયાના ઓરેંજ કાઉન્ટીમાં બની છે. વીડિયો હાલમાં ભારે ચર્ચામાં છે અને વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બચાવ ટીમના સભ્યો લોલાને હેલિકોપ્ટરમાં ખૂબ કાળજીથી લટકાવે છે, જેના કારણે તે સલામત રીતે બચાવ સ્થળે પહોંચી શકે. આ બચાવ સફર દરમિયાન લોલા એકદમ શાંત લાગે છે. તો જુઓ અહીં આ વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન