NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કાંગારૂઓએ રાંચી ટેસ્ટમાં બેશર્મીની વટાવી હદ, વિરાટની ઉડાવી મજાક

કાંગારૂઓએ રાંચી ટેસ્ટમાં બેશર્મીની વટાવી હદ, વિરાટની ઉડાવી મજાક

 | 1:03 pm IST

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ખભા પર ઈજા હોવા છતા રાંચી ટેસ્ટના ત્રીજા દિવસે બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. જોકે, તે વધારે રમી શક્યો નહતો અને માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. વિરાટના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓએ તેની મજાક ઉડાવી હતી.

ક્રિકેટ મેદાનમાં પહેલી વાર આવું થયું છે કે, કોઈએ ઈજાગ્રસ્ત ખેલાડીની મજાક ઉડાવી હોય, ઉલ્લેખનિય છે કે, રાંચી ટેસ્ટના પહેલા દિવસે વિરાટ કોહલી બોલને રોકવા જતા રોકવા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. વિરાટના ખભામાં ગંભીર ઈજા આવી હતી જેના કારણે તે બે દિવસ સુધી મેદાનમાં ફિલ્ડીંગ કરવા પણ ઉતર્યો નહતો.

વિરાટ કોહલીએ 81મી ઓવરમાં સેકેન્ડ સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથમાં કેચ આપી દીધો હતો. કેચ પકડ્યા બાદ સ્મિથે પોતાના ખભા પર હાથ મૂકીને વિરાટની મજાક ઉડાવતા કંઈક કહ્યું હતું. વિરાટ કોહલીએ પેવેલિયન પાછા ફરતી સમયે સ્મિથની કોમેન્ટનો વિરોધ કરીને ફિલ્ડ એમ્પાયરને તેની ફરિયાદ કરી હતી.

મેક્સવેલે પણ વિરાટ કોહલીની જેમ છલાંગ મારીને પુજારાના એક શોર્ટને રોક્યા બાદ પોતાના ખભા પર હાથ મૂકીને ઈશારો કર્યો હતો. તેના ઈશારાનો જણાવ્યું હતું કે, આ રીતે ફિલ્ડીંગ થાય, તે ઈશારથી વિરાટને કહેવા માંગતો હતો કે, મે પણ એવી જ છલાંગ મારી પરંતુ મને કશું જ ના થયું.