બેંગલુરૂના સફારી પાર્કમાં સિંહે કાર પર માર્યો પંજો, અંદર બેઠેલાના જીવ થયા અદ્ધર - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • બેંગલુરૂના સફારી પાર્કમાં સિંહે કાર પર માર્યો પંજો, અંદર બેઠેલાના જીવ થયા અદ્ધર

બેંગલુરૂના સફારી પાર્કમાં સિંહે કાર પર માર્યો પંજો, અંદર બેઠેલાના જીવ થયા અદ્ધર

 | 1:48 pm IST

બેંગલુરૂના બેનરગટ્ટા નેશનલ પાર્કમાં જંગલ સફારી દરમ્યાન એક કાર પર બે સિંહે હુમલો કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને સિંહ ગાડીથી થોડાંક દૂર ઉભા છે. એક સિંહ ગાડીની આગળ આવી જાય છે અને ગાડી થોભી જાય છે. આ દરમ્યાન તેનો સાથી સિંહ ફરત ફરતાં ગાડીની પાછળ આવી જાય છે. પહેલાં સિંહ ગાડીના પાછળના ભાગમાં પંજો મારે છે.

ત્યારબાદ આ ગાડી પર હુમલો કરે છે. આ દરમ્યાન ગાડીમાં બેઠેલા લોકો આ જોઇને ડરી જાય છે અને તેઓ ચીસો પાડે છે. તેમની ચીસો વીડિયોમાં સંભળાય છે. થોડીકવાર પછી ગાડીની સામેથી સિંહ બાજુ પર જતાં ડ્રાઈવરે ગાડી સ્ટાર્ટ કરી અને ગાડી સ્ટાર્ટ થતાં જ સિંહ ચાલવા લાગ્યા. જો કે આ ઘટનામાં કોઇ પણ ટુરિસ્ટને ઇજા થયાની માહિતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન