Video Watch: Indian man with the World's longest Nails finally cuts after 66 Years
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ આ ભારતીયે ઘાતક હથિયારથી કાપ્યા નખ, જુઓ Video

વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ આ ભારતીયે ઘાતક હથિયારથી કાપ્યા નખ, જુઓ Video

 | 12:17 pm IST

ભારતીય વ્યક્તિ 66 વર્ષ બાદ પોતાના નખ કપાવા માટે રાજી થયો છે. વિશ્વમાં સૌથી લાંબા નખનો રેકોર્ડ પોતાના નામે નોંધાવનાર ભારતના શ્રીધર ચિલ્લાલ આખરે પોતાના નખ કપાવા માટે તૈયાર થઇ ગયા છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા ચિલ્લાલ એ 1952થી અત્યાર સુધીમાં પોતાના ડાબા હાથના નખ કાપ્યા નથી અને તેમના નખ વિશ્વમાં સૌથી લાંબા છે. પરંતુ આખરે 82 વર્ષની ઉંમરે પોતાના નખ કપાવા માટે તૈયાર થયા છે. ટાઇમ્સ સ્કેવઅરમાં રિપલાના બિલીવ ઇટ અને નૉટ મ્યુઝિયમમાં આજે નખ કાપવાનો એક કાર્યક્રમ હશે જ્યાં ચિલ્લાલના નખ કપાશે, અંદાજ છે કે તેમના તમામ નખની સંયુકત લંબાઇ 909.6 સેન્ટીમીટર છે. ચિલ્લાલના એક અંગૂઠાના નખની લંબાઇ 197.8 સેન્ટીમીટર છે. 2016મા તેમણે ‘એક હાથમાં સૌથી લાંબા નખ’નો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

મૂળ પૂનાના રહેવાસી ચિલ્લાલ એ અનુરોધ કર્યો છે કે તેમના કપાયેલા નખને મ્યુઝિયમમાં મૂકાશે. રિપલે એ ચિલ્લાલને નખ કાપવા અને મ્યુઝિયમમાં રાખવા માટે તેમણે ભારતથી અમેરિકા બોલાવ્યા. એક મીડિયા પરામર્શના મતે ચિલ્લાલના નખને સત્તાવાર રીતે મ્યુઝિયમમાં જ દેખાડાશે.