Watch : Indian Origin UK MP Tanmanjeet Singh Into Boris Johnson Racist Remark
  • Home
  • Featured
  • બ્રિટનના PMએ બુરખો પહેરતી મહિલાઓ માટે કરી નકસલવાદી ટિપ્પણી, આ NRI એ કરી દીધી બોલતી બંધ

બ્રિટનના PMએ બુરખો પહેરતી મહિલાઓ માટે કરી નકસલવાદી ટિપ્પણી, આ NRI એ કરી દીધી બોલતી બંધ

 | 4:21 pm IST

બ્રિટનના વડાપ્રધાન અને કંઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જૉનસન અને યુકેની લેબર પાર્ટીના સિખ સાંસદ તનમનજીત સિંહની વચ્ચેની તીખી બોલાચાલી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ વીડિયોમાં તનમનજીત સિંહ બોરિસ જૉનસન દ્વારા કરાયેલ નકસલવાદી ટિપ્પણી પર તેમની પાસે માફી માંગવાનું કહી રહ્યા છે.

જો કે બ્રિટિશ સંસદમાં વડાપ્રધાન બોરિસ જૉનસન 15મી ઑક્ટોબરના રોજ સમપૂર્વ ચૂંટણી કરાવાનો પ્રસ્તાવ મૂકયો. આ દરમ્યાન સિખ સાંસદ તનમનજી સિંહે તેમને 2018ની સાલમાં કરાયેલ નકસલવાદી ટિપ્પણી યાદ અપાવી અને માફી માંગવાનું કહ્યું. તેઓ 24મી જુલાઇ 2019ના રોજ જ બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. તનમનજીત સિંહના આ વીડિયોને 10 લાખથી વધુ વખત દેખાઇ ચૂકયો છે, તમે પણ જુઓ આ વાયરલ વીડિયો…

જો કે વાત એમ છે કે 2018ની સાલમાં બોરિસ જોનસને ધ ટેલિગ્રાફના એક આર્ટિકલમાં લખ્યું હતું કે જે મહિલાઓ બુરખો પહેરે છે તે કોઇ લેટરબોક્સ કે બેન્ક લૂંટનારની જેમ દેખાય છે. તેમની આ ટિપ્પણી પર તનમનજીત સિંહે તેમને માફી માંગવાનું કહ્યું છે. તનમનજીત સિંહે કહ્યું કે મુસ્લિમ મહિલાઓ પર કરાયેલી આવી ટિપ્પણી ખોટી છે. તેમણે આગળ કહ્યું કે જો કોઇ મને ટૉવલ હેડ, તાલિબાની કે પછી બોન્ગો-બોન્ગો લેન્ડથી આવેલો વ્યક્તિ કહે છે તો અમે પણ આવા જ દર્દમાંથી પસાર થઇએ છીએ, જેવી રીતે મુસ્લિમ મહિલાઓ પસાર થાય છે જેના પર તમે ટિપ્પણી કરી.

કોણ છે તનમનજીત સિંહ?

ભારતીય મૂળના સિખ તનમનજીત સિંહ ઢેસી ઉર્ફે ટેન ઢેસી બ્રિટનના પહેલાં સિખ એટલે કે પાઘડીધારી સાંસદ છે. તેમણે ઇંગ્લેન્ડમાં 2017ની સાલમાં આ ઇતિહાસ રચ્યો. આની પહેલાં તેઓ ઇંગ્લેન્ડના ગ્રાવસેંડ શહેરમાં યુરોપના સૌથી યુવા સિખ મેયર રહી ચૂકયા છે. 41 વર્ષના તનમનજીત સિંહનો જન્મ ઇંગ્લેન્ડમાં જ થયો. તેમના પિતા જસપાલ સિંહ ઢેસી બ્રિટનના સૌથી મોટા ગુરૂદ્વારા (ગ્રાવસેંડ, કેંટમાં બનેલા ગુરૂનાનક દરબાર ગુરૂદ્વારા)ના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકયા છે. તેની સાથે જ તેઓ યુકેમાં કંસ્ટ્રકશન કંપની પણ ચલાવે છે.

આ વીડિયો પણ જુઓ – ક્રિકેટર મુનાફ પટેલ સામે ધમકી આપવાનો આરોપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન