#Watch : Kashmiri Celebrates Crucial Day By Turning Up To Vote
  • Home
  • Election 2019
  • Video: કાશ્મીરીઓ મતદાન પહેલાં ખુશીથી ઝૂમી નાચવા લાગ્યા, અલગતાવાદીઓને ગાલ પર તમાચો!

Video: કાશ્મીરીઓ મતદાન પહેલાં ખુશીથી ઝૂમી નાચવા લાગ્યા, અલગતાવાદીઓને ગાલ પર તમાચો!

 | 12:07 pm IST

લોકસભા ચૂંટણી 2019ના પહેલાં તબક્કાની અંતર્ગત જમ્મુ કાશ્મીરની બારામુલ્લા સીટ પર વોટિંગ ચાલુ છે. હુર્રિયતનો વિરોધ છતાંય સવારે 7 વાગ્યે પોલિંગ બૂથો પર મતદાતાઓનું આવવાનું શરૂ થઇ ગયું હતું. 8 વાગ્યા બાદથી અહીં પોલિંગ બૂથ પર મતદાતાઓની સારી એવી ભીડ જામી છે. કાશ્મીરીઓએ અલગતાવાદીઓના ગાલ પર તમાચો મારતા જ પોલિંગ બૂથની બહાર લાઇનમાં લાગી ગયા. કેટલાંય મતદાતા બૂથની બહાર ખુશીમાં ઝૂમી રહ્યા છે. આપને જણાવી દઇએ કે હુર્રિયતે ઘાટીમાં ગુરૂવારના રોજ સંપૂર્ણપણે બંધનું આહ્વાન કર્યું હતું. બારામુલ્લા અને બનિહાલની વચ્ચે ટ્રેન સેવા પણ દિવસ માટે રદ્દ કરી દેવાઇ છે. સોશિયલ મીડિયામાં બારામુલ્લાની બહાર મતદાન મથક પર મતદાતા વોટિંગ પહેલાં નાચવા લાગ્યા.

રેડ એલર્ટ મોડમાં જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકાને જોતા રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગુપ્ત માહિતી મળી છે કે એલઇડી લેસ સ્કોર્પિયોમાં કેટલાંક આત્મઘાતી આતંકવાદી નીકળ્યા છે. સૂત્રોના મતે તપાસ એજન્સીઓને એનો અણસાર સુદ્ધા નથી. ઘાટીના સરહદી વિસ્તારના બે ગાઇડને આત્મઘાતી હુમલાખોરોની મદદ માટે લગાવ્યા છે. આ ગુપ્તચર માહિતી મળ્યા બાદ સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ અને સીઆરપીએફને એલર્ટ કરી દેવાયા છે.

10 ઉમેદવાર મેદાનમાં છે
આપને જણાવી દઇએ કે બારામુલ્લા સીટ પરથી આ વખતે કોંગ્રેસના હાજી ફારૂક અહમદ મીર, ભાજપના મોહમ્મદ મકબૂલ વાર, નેશનલ કોન્ફરન્સના મોહમ્મદ અકબર લોન, અને પીડીપીના અબ્દુલ કય્યૂમ વાની સહિત સ્થાનિક પક્ષોના 10 ઉમેદવાર મેદાનમાં છે. પાછલી લોકસભા ચૂંટણીમાં પીડીપીને પહેલી વખત આ સીટ જીતવામાં સફળતા મળી હતી. આ સીટ પર મુઝફ્ફર હુસૈન બેગ ચૂંટણી જીત્યા હતા. તેમણે નેશનલ કોન્ફરન્સના શરીફુદ્દીન શારિકને હરાવ્યા હતા. સુરક્ષાની દ્રષ્ટિથી સંવેદનશીલ મનાતા આ વિસ્તારમાં 2014ની ચૂંટણીમાં 39 ટકા મતદાન થયું હતું.

પૂંછમાં માત્ર એક બૂથ પર માત્ર સુરક્ષાકર્મી જ દેખાયા
પહેલાં તબક્કાના જમ્મુ-કાશ્મીરમાં 2 સીટો પર વોટિંગ ચાલી રહ્યું છે. જમ્મુ સીટ પરથી 24 ઉમેદવારોની વચ્ચે ચૂંટણીનો મુકાબલો છે. સવારના સમયે અહીં બૂથો પર ઓછી થઇ ગઇ. ત્યાં પૂંછમાં એક બૂથ બિલકુલ ખાલી દેખાયો. ત્યાં માત્ર સુરક્ષાકર્મી દેખાઇ રહ્યા હતા. આ સીટ પર ભાજપના જુગલ કિશોર, કોંગ્રેસના રમન ભલ્લા અને નેશનલ પેંથર્સ પાર્ટીના ભીમ સિંહ મુખ્ય ઉમેદવારોમાંથી છે. કોંગ્રેસના ઉમેદવારને નેશનલ કોન્ફરન્સનું સમર્થન મળ્યું છે. 1957થી અસ્તિત્વમાં આવેલી આ સીટ પર અત્યાર સુધીમાં કોંગ્રેસે 9 ચૂંટણીમાં જીત નોંધાવી છે. જ્યારે આ સીટ પર ભારતીય જનતા પાર્ટી ત્રણ વખત જીત નોંધાવી ચૂકયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન