- Home
- Videos
- Featured Videos
- Video: કેદારનાથ ધામમાં બરફવર્ષા થતાં અદભુત નજારો સર્જાયો

Video: કેદારનાથ ધામમાં બરફવર્ષા થતાં અદભુત નજારો સર્જાયો
October 7, 2018 | 10:18 am IST
ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામમાં બરફવર્ષા થઇ છે, આથી ત્યાંનું હવામાન ઠંડું થઇ ગયું છે. પહાડોની ઉપરથી પસાર થતાં વાદળોએ આખા આકાશને ઢાંકી દીધું છે. જો કે તેની સાથે જ આ વિસ્તારમાં ઠંડી વધી ગઇ છે અને બરફચ્છાદિત પવન ફૂંકાતા ઠંડી વધી છે.
આપને જણાવી દઇએ કે ઉત્તરાખંડમાં ફરી એકવખત બરફવર્ષા શરૂ થઇ ગઇ છે, તેના લીધે તાપમાનમાં કેટલીક ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. કેદારનાથ અને તેની આજુબાજુના વિસ્તારમાં બરફવર્ષા શરૂ થઇ ગઇ છે. કેદારનાથમાં તૈનાત વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે ધાર્મિક સ્થળની તરફ જતાં લોકોને રોકવામાં આવ્યા છે કારણ કે રસ્તા પર પડી જવાનો કે લપસી જવાની સ્થિતિ ઉભી થઇ છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી સપ્તાતમાં હવામાનમાં ફેરફાર થઇ શકે છે.
આપને જણાવી દઇએ કે એપ્રિલ મહિનાથી છ મહિના માટે કેદારનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા.