Watch Kumar Kanani Son and Lady Constable Video in Surat
  • Home
  • Corona
  • કુમાર કાનાણીના પુત્રને સબક શીખવાડનાર લેડી સિંઘમનો જુઓ આગ લગાવી દે તેવો વીડિયો

કુમાર કાનાણીના પુત્રને સબક શીખવાડનાર લેડી સિંઘમનો જુઓ આગ લગાવી દે તેવો વીડિયો

 | 10:42 pm IST

સુરતના વરાછાના ધારાસભ્ય અને રાજય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે રાત્રી કરફ્યુ દરમ્યાન રોકવા બાબતે થયેલી બોલાચાલી થઈ હતી. જેથી ગત મોડી રાતે કોન્સ્ટેબલ સુનિતાએ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. જેનો એક્સક્લુઝિવ વીડિયો સામે આવ્યો છે. સુરતના વરાછા મીની હીરાબજારમાં મહિલા પોલીસે કાનાણીના દીકરાને રોકતા બબાલ થઈ હતી. રાત્રે 10:30 વાગ્યા બાદ મહિલા પોલીસકર્મીએ કાર રોકી હતી. કાનાણીનો પુત્ર MLA લખેલી કારને લઈને નીકળ્યો હતો. રાત્રે 10 વાગ્યે પછી રાજ્યમાં કર્ફ્યુનું કરવાનું પાલન હોય છે. મામલો ગરમાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી વાત પહોંચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મહિલાકર્મીને તાબડતોડ ઘરે મોકલ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન