Watch last emotional funeral of Vadodara's Martyr Sanjay Sadhu
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: વડોદરાનાં જવાનની અંતિમ વિદાય, દોઢ વર્ષનાં બાળકને ક્યાં ખબર છે કે પપ્પા દુનિયામાં….

VIDEO: વડોદરાનાં જવાનની અંતિમ વિદાય, દોઢ વર્ષનાં બાળકને ક્યાં ખબર છે કે પપ્પા દુનિયામાં….

 | 3:24 pm IST

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતાં શહીદ સંજય સાધુની અંતિમ યાત્રામાં શહેર ઉમટી પડયું હતું. એક મહિનાના ટૂંકા ગાળામાં વડોદરામાંએ બે વીર ગુમાવતા શહેર હીબકે ચઢ્યું હતું. સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે નીકળેલી અંતિમ યાત્રામાં ગોરવા વિસ્તારની ગલીઓથી લઈને રાજમાર્ગ સુધી ‘ભારત માતા કી જય’ના નારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. વડોદરાના માર્ગ પર શહીદ સાધુની અંતિમ યાત્રામાં શહીદ અમર રહોના નારા લાગ્યા હતા.

આજે સવારે વડોદરાના ગોરવા સ્થિત શહીદ જવાનના ઘરે તેમનો નશ્વરદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. જ્યાં વીર શહીદ જવાનની પત્ની અંજના સાધુએ સોળે શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી. સવારે 10:30 વાગ્યે સ્મશાન યાત્રા ગોરવા સ્થિત ભગવતીકૃપા સોસાયટીના નિવાસસ્થાનેથી નીકળી હતી અને પંચવટી, સહયોગ, આઇટીઆઇ ગોરવા થઇને ગોરવા સ્મશાન ગૃહ ખાતે અંતિમયાત્રા પહોંચ્યા હતા. જ્યાં શહીદ જવાનની અંતિમવિધિ કરવામાં આવશે. શહીદીને અનુરૂપ અંતિમવિધિ માટે જિલ્લા, પોલીસ તંત્ર અને બીએસએફે તૈયારીઓ કરી છે. આ આખા વીડિયોમાં સંજય સાધુના બાળકની સ્થિતિ એકદમ કરૂણ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન