Apple એ પોતાનાં ટીવી અને ios એપ પર શરૂ કરી આ સર્વિસ - Sandesh
  • Home
  • Technology
  • Apple એ પોતાનાં ટીવી અને ios એપ પર શરૂ કરી આ સર્વિસ

Apple એ પોતાનાં ટીવી અને ios એપ પર શરૂ કરી આ સર્વિસ

 | 6:10 pm IST

Appleની ટીવી એપ હવે લાઈવ ન્યૂઝને સપોર્ટ કરશે. આ ફીચર વિશેની જાણકારી કંપનીનાં મેનેજીંગ ડિરેક્ટરએ નવી Apple ટીવી 4kને લોન્ચ કરતી વખતે આપી હતી. ટેક્નોલોજી વેબસાઈટ 9ટૂ5મૈકનાં અનુસાર, દર્શકો હવે આઈફોન, આઈપેડ અને Apple ટીવીનાં ટીવી એપમાં લાઈવ ન્યૂઝ જોઈ શકશે.

આઈએએનએસ અનુસાર, લાઈવ ન્યૂઝની નવી લિસ્ટમાં વિસ્તૃત જાણકારી આપવામાં નથી આવી, જેટલું કંપનીનું સ્પોર્ટસ ઈન્ટરફેસ છે, કેમ કે હજું તે શરૂઆતનાં તબક્કામાં છે. આઈઓએસ અને ટીવી ઓએસ 11.2.5 પર ઉપલબ્ધ ‘વોચ નાઉ’ સેક્શનમાં ઉપલબ્ધ ન્યૂઝ ચેનલમાં સીએનએન, સીબીએસ, ફોક્સ ન્યૂઝ, બ્લૂમબર્ગ, સીએનબીસી શામેલ છે.

Apple ટીવી 4K ની કિંમત 32GB વાળા વર્જન માટે 15,900 રૂપિયા અને 64GB વાળા વર્જન માટે 17,900 રૂપિયા રાખવામાં આવી છે.જ્યારે Apple ટીવીનાં 32GB વાળા વર્જનની કિંમત 12,900 રૂપિયા છે.