Watch: Mamata Banerjee's Play Badminton Game
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: રાજકારણીઓને પરસેવો છોડાવનાર મમતાએ બેડમિન્ટનમાં વિરોધીઓને હંફાવી દીધા

Video: રાજકારણીઓને પરસેવો છોડાવનાર મમતાએ બેડમિન્ટનમાં વિરોધીઓને હંફાવી દીધા

 | 10:42 am IST

64 વર્ષના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી કુશળ રણનીતિના દમ પર રાજકારણના મેદાનમાં લાંબા સમયથી વિરોધીઓને હંફાવતા રહ્યાં છે. આ વખતે બેડમિન્ટન કોર્ટ પર વિરોધીઓને પરસેવો છોડાવતા દેખાયા. મમતા બેનર્જી બેડમિન્ટન કોર્ટ પર જે રીતે ફુરસ્તની પળોમાં રમતા દેખાયા તે જોઇને તમને નવાઇ લાગશે કે આટલી સરસ રમત રમે છે. મમતા બેનર્જીએ ખુદ આ વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં મમતા હાથોમાં રેકેટ પકડી બેડમિન્ટન રમી રહ્યા છે. તેઓ દે ધનાધન શૉટ્સ લગાવે મારતા દેખાઇ રહ્યા છે. જોઇને એવું લાગી રહ્યું છે કે જાણે કે હજુ તેઓ યંગ છે. તેમનો આ વીડિયો એ વાતનો પુરાવો આપે છે કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને કસરત વગેરેના દમ પર ફિટ છે.

મમતા બેનર્જીને પેન્ટિંગ અને કવિતા લખવાનો શોખ જગજાહેર છે. પરંતુ પહેલી વખત જોવા મળ્યું કે તેમને બેડમિન્ટન રમવાનો પણ શોખ છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરે સોશિયલ મીડિયા પર એક કેમ્પેઇન શરૂ કર્યું હતું, જેમાં લોકો પોતાની ફિટનેસ સાબિત કરવા માટે કસરત કરતો વીડિયો અપલોડ કરી રહ્યા હતા. આ કેમ્પેઇનની અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેઓ અલગ-અલગ કસરત અને યોગ કરતાં દેખાયા હતા.

આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટાભાગે દુનિયાભરના મંચ પરથી અપીલ કરી ચૂકયા છે કે લોકો યોગને પોતાની ટેવ તરીકે મૂકે. તેઓ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય અને સાફ ઇન્ડિયાની વાત કરે છે.

રાજકારણના મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી ભલે એકબીજાના વિરોધી હોય, પરંતુ મમતાનો આ તાજો વીડિયો સાબિત કરે છે કે બંને રાજકારણીઓ ઇચ્છે છે કે લોકો સ્વસ્થ રહે અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપે.