Watch: MBA student traffic Rules in unique way about road safety in Indore
  • Home
  • Featured
  • રસ્તા પર નાચતા-નાચતા ટ્રાફિકના નિયમ સમજાવતી આ છોકરીનો Video જબ્બર વાયરલ

રસ્તા પર નાચતા-નાચતા ટ્રાફિકના નિયમ સમજાવતી આ છોકરીનો Video જબ્બર વાયરલ

 | 8:42 am IST

સોશિયલ મીડિયા પર ઇન્દોર ટ્રાફિક પોલીસનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક છોકરી રસ્તા પર અનોખી રીતે લોકોને જાગૃત કરતી દેખાય રહી છે. ટ્રાફિક પોલીસની મદદ કરનાર આ છોકરીનું નામ શુભી જૈન છે જે પૂણેના સિમ્બાયોસિસ કોલેજની વિદ્યાર્થીની છે. વીડિયોમાં શુભી જૈનને માત્ર ટ્રાફિક સંભાળતા જ દેખાય રહી નથી, પરંતુ તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે લોકોને જાગૃત પણ કરતાં દેખાય રહી છે.

ઇન્દોરના રસ્તા પર શુભી જૈન લોકોને હેલમેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધવાનો આગ્રહ કરે છે. આ દિલચસ્પ વીડિયોમાં શુભી જૈન એ લોકોને થેન્કયૂ કહેતા પણ સંભળાય છે જેમને હેલમેટ પહેર્યુ છે અને કારમાં સીટ બેલ્ટ બાંધ્યો છે. શુભી એમ પણ કહે છે કે એક બાઇક પર ત્રણ લોકો સવારી ના કરો. આ વીડિયો શેર કરતાં ઇન્દોર ટ્રાફિક પોલીસે એક ટ્વીટ કરી છે તેમાં લખ્યું છે કે વોલંટિયર્સ પૂરા જજ્બાની સાથે આદર્શ માર્ગ પર જાગૃતતા ફેલાવાનું કામ કરી રહ્યા છે તેની સાથે જ ઇન્દોરને એક નવા અને શ્રેષ્ઠ બદલાવની તરફ લઇ જઇ રહ્યા છે. આશા છે કે આપણે બધા આપણા પ્રયાસોથી ઝડપથી ઇન્દોરને ટ્રાફિકમાં આદર્શ શહેર બનાવીશું.

ઇન્દોર પોલીસની આ કોઇ પહેલી તરકીબ નથી. 5મી નવેમ્બરના રોજ એક ટ્વીટમાં ઇન્દોર ટ્રાફિક પોલીસે કહ્યું કે દેશની અલગ-અલગ કોલેજના અંદાજે 87 બાળક રસ્તા પર લોકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરી રહ્યા છે. આ બાળકો લોકોને કહે છે કે હેલમેટ પહેરો અને સીટ બેલ્ટ બાંધવાથી શું ફાયદો થાય છે. ઇન્દોર ટ્રાફિક પોલીસની આ કવાયદની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી થઇ રહી છે

શુભી પહેલાં ઇન્દોરના ટ્રાફિક પોલીસ ઓફિસર રણજીત સિંહ પણ પોતાના અનોખા અંદાજથી લોકોની વાહવાહી મળી ચૂકી છે. રણજીત સિંહ ટ્રાફિક પોલીસના એવા જવાન છે જે પોતાના ડાન્સ સ્ટેપ્સથી ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પ્રખ્યાત છે. તેઓ વાત-વાતમાં રસ્તા પર લોકોને મોટા-મોટા સંદેશ આપી જાય છે. સોશિયલ મીડિયા પર તેમના પણ કેટલાંય પ્રશંસક છે જે તેમના કામ પર શાબાશી આપે છે.

આ વીડિયો પણ જુઓ – Porbandar: 108 Boat એમ્બ્યુલન્સની મધદરિયે દિલધડક કામગીરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન