Watch : MI Batsman Pollard Fined For Code of Conduct Breach In IPL final
  • Home
  • Sports
  • Cricket
  • VIDEO: MIના બેટ્સમેન પોલાર્ડ એ પિચ પર કરી એવી હરકત, લોકો રહી ગયા દંગ, ફટાકારાયો દંડ

VIDEO: MIના બેટ્સમેન પોલાર્ડ એ પિચ પર કરી એવી હરકત, લોકો રહી ગયા દંગ, ફટાકારાયો દંડ

 | 8:29 am IST

મુંબઇ ઇન્ડિયન્સના નારાજ બેટસમેન કીરોન પોલાર્ડ એ રવિવારના રોજ ચેન્નાઇ સુપર કિંગ્સની સામે આઇપીએલ ફાઇનલ દરમ્યાન વાઇડની લાઇનની નજીક સ્ટ્રાઇક લીધી અને ત્યારબાદ પિચ પરથી લગભગ બહાર જતો રહ્યો તેના માટે તેને એમ્પાયરની ઠપકો સાંભળવો પડ્યો. જો કે પોલાર્ડ એ વિરોધ કરવા માટે આમ કર્યું હતું.

મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં પોલાર્ડ સતત વાઇડની લાઇનની તરફથી ખસકી રહ્યા હતા અને બ્રાવો એ વાઇડની લાઇન બહાર સતત ત્રણ ખાલી બોલ કર્યા. પહેલો બોલ પોલાર્ડના બેટને લાગ્યો પરંતુ બાકીના બે બોલને એમ્પાયર નિતિન મેનને વાઇડ આપ્યા નહીં.

ત્રીજા બોલ બાદ પોલાર્ડની હતાશા સ્પષ્ટ જોઇ શકાતી હતી અને તેમણે કંઇપણ બોલ્યા વગર બેટને હવામાં ઉઠાળી દીધું. બ્રાવો ત્યારબાદ જ્યારે ચોથા બોલો ફેંકવા માટે આગળ આવ્યો તો પોલાર્ડ એ સ્ટમ્પ ખાલી છોડી દીધું અને વાઇડની લાઇનની તરફ આગળ વધી ગયો. બોલ ફેંકવા માટે આગળ વધેલા બ્રાવોને થોભવું પડ્યું. તમામ લોકો હેરાન થઇ ગયા, આખરે શું થઇ રહ્યું છે.

ખેલ ભાવનાની વિપરીત તેના આચરણ માટે સ્કવાયર લેગના એમ્પાયર ઇયાન ગોલ્ડ અને મેનને આ સીનિયર બેટસમેનને દંડ ફટકાર્યો. પોલાર્ડ જો કે આ દરમ્યાન વિરોધ સ્વરૂપે કંઇ બોલ્યો નહીં અને બેટિંગ માટે તૈયાર થઇ ગયો. આ હરકત માટે પોલાર્ડ પર મેચ ફીના 25 ટકા દંડ ફટાકારાયો છે.

આઇપીએલના આ ફાઇનલ મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે રવિવારના રોજ રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં પોતાનો હરિફ ચેન્નાઇ સુપર કિંગ્સની છેલ્લી ઓરમાં બાજી પલટી 1 રનથી હરાવી દીધું. ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં ખિતાબ પોતાના નામે કરી લીધો.

મુંબઇ ઇન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા. જવાબમાં ચેન્નાઇ 148 રન બનાવીને માત્ર એક રનથી મુકાબલો હારી ગયું. તેની સાથે જ મુંબઇ ચાર વખત આઇપીએલનો ખિતાબ જીતનાર પહેલી ટીમ બની ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન