Watch: Motorists Nab Cash Spilled By Armored Truck On Highway
  • Home
  • Featured
  • જુઓ Video: અચાનક જ હાઇવે પર ટપોટપ પડવા લાગ્યા હજારો ડોલર, વીણવા માટે પડાપડી

જુઓ Video: અચાનક જ હાઇવે પર ટપોટપ પડવા લાગ્યા હજારો ડોલર, વીણવા માટે પડાપડી

 | 3:48 pm IST

જો રસ્તા પર ઢગલાબંધ નોટ પથરાયેલી પડી હોય તો તમે શું કરશો? એ તો નક્કી જ છે કે મોટાભાગના લોકોને ટપોટપ નોટો ઉઠાવવાનું મન થશે. હા તો કંઇક આવું અમેરિકામાં બન્યું છે. જી હા ન્યૂયોર્કનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. ન્યૂયોર્કના ઇસ્ટ રૂથરફોર્ડ રોડ પર લોકો હાઇવે પર ઉભા રહી કલાકો સુધી ડોલર વીણતા રહ્યાં

વાત એમ છે કે બ્રિંક નામની કંપનીની એક ટ્રક જઇ રહી હતી, તેનો દરવાજો ખુલ્લો હોવાથી અંદરથી એક પછી એક ડોલર રસ્તા પર પડી રહ્યા હતા, ત્યારે લોકો ટપોટપ નોટો રસ્તા પર ઉતરી વીણવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં યુનિફોર્મ પહેરીને એક વ્યક્તિ રસ્તા પર ગાડીઓની અવરજવર વચ્ચે ડોલર ઉઠાવવાની કોશિષ કરી રહ્યો છે, જ્યારે બાકીના લોકો પણ આ જ કામ કરતાં દેખાયા.

આ અંગે બ્લુમફીલ્ડના ડેનિયલ શાહે કહ્યું હતું કે જ્યારે લોકોએ રસ્તા પર ડોલર પડતા જોયા તો બિલકુલ પાગલ જેવા થઇ ગયા. તેમણે કહ્યું કે કોઇએ કંઇપણ પરવાહ કર્યા વગર હાઇવેની અધવચ્ચે કાર પાર્ક કરી ડોલર વીણવા લાગ્યા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી ગઇ હતી. પોલીસના મતે આ હલચલથી કોઇ ઘાયલ થયું કે નહીં તે ખબર નથી.

પોલીસ કેપ્ટન ફિલ ટાઓરમિનાએ કહ્યું કે એવું લાગે છે કે બ્રિંક કંપનીના ટ્રકનો દરવાજો બરાબર બંધ થયો નહોતો. બ્રિંકે પુષ્ટિ કરી કે ટ્રક તેમની કંપનીની છે. પોલીસનું કહેવુ છે કે કેટલાં ડોલર પડ્યા તે અંગેની માહિતી નથી.

ઉલ્લેખનીય છે કે અગાઉ 2012ની સાલમાં પણ આવી ઘટના બની હતી. બ્રિંકના ટ્રકમાંથી હજારો ડોલર રસ્તા પર પથરાઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન