Dhoni Celebrates His 37th Birthday With Ziva, Sakshi And Teammates---Watch Video
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • Video: ધોનીનો 37મો જન્મદિવસ, ટીમ અને પરિવાર સાથે કાપી કેક

Video: ધોનીનો 37મો જન્મદિવસ, ટીમ અને પરિવાર સાથે કાપી કેક

 | 2:41 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનો આજે 37મો જન્મદિવસ છે. ભારતને 28 વર્ષ પછી ICC વર્લ્ડ કપ જીતાડવા સિવાય T-20 અને ટેસ્ટમાં પણ નંબર એક બનાવનાર ધોની આ સમયે ટીમ સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે છે.

શુક્રવારે ઇંગ્લેન્ડ સાથે બીજા T-20 મેચ પછી તેમણે પત્ની સાક્ષી, દીકરી ઝીવા અને ટીમના અમુક સાથીઓ સાથે કેક કટ કરી હતી. આ સેલિબ્રેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તમને હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ જોવા મળે છે.

37માં જન્મદિવસે તેમણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજા T-20 મેચમાં રમીને 500 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની ઉપલબ્ધી હાંસલ કરી છે. ધોની આ જગ્યાએ પહોંચનાર ત્રીજો ભારતીય છે. તેમના પહેલા સચિન તેંડુલકર (664) અને રાહુલ દ્રવિડ (509)એ આ ઉપલબ્ધી હાંસલ કરી છે. ધોની 92 T-20, 90 ટેસ્ટ અને 318 વનડે મેચ રમી છે.