Video: નાની ઝિવાએ સ્પેશિયલ દોસ્તને પ્યારથી કર્યું 'Bye', જોતો જ રહી ગયો ધોની... - Sandesh
NIFTY 11,402.70 -32.40  |  SENSEX 37,756.40 +-95.60  |  USD 70.2925 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • Video: નાની ઝિવાએ સ્પેશિયલ દોસ્તને પ્યારથી કર્યું ‘Bye’, જોતો જ રહી ગયો ધોની…

Video: નાની ઝિવાએ સ્પેશિયલ દોસ્તને પ્યારથી કર્યું ‘Bye’, જોતો જ રહી ગયો ધોની…

 | 1:44 pm IST

IPL 2018માં બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી ટીમ ચેન્નઈ ટીમે પોતાનો જાદુ જાળવી રાખ્યો. ચેન્નઈએ પ્લેઓફમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મહેન્દ્ર સિંહ ધોની અને હરભજન સિંહે લાંબા સમય સુધી ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે અને IPLમાં બંને 10 વર્ષ સુધી વિરોધી ટીમમાં રમ્યા બાદ આ વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સમાં સાથી બની ગયા છે.

તે બંનેનો પરિવાર પણ ખેલાડીઓ સાથે ટ્રાવેલ કરે છે. ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવાને સ્ટેડિયમમાં ચીયર કરતા જોવા મળ્યા છે. IPLમાં ઝિવા, ભજ્જીની પુત્રી હિનાયા અને સુરેશ રૈનાની પુત્રી ગ્રેસિયાની દોસ્તી સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે.

હવે ઝિવા અને હિનાયાનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં હિનાયા ખુબ જ સુંદર અંદાજમાં ઝિવાને ગુડ બાય કરતી દેખાઈ રહી છે. હિનાયા ઝિવાને કિસ કરીને બાય કરી રહી છે આ સમયે સામે ધોની બંનેની દોસ્તીને જોતો જ રહી જાય છે.