Watch: Mukesh Ambani Looks So Emotional Isha Wedding!
  • Home
  • Business
  • Video: દીકરી ઇશાનું કન્યાદાન કરતી વેળાએ મુકેશ અંબાણી ભાવુક, ઇશા પણ થઇ ઇમોશનલ

Video: દીકરી ઇશાનું કન્યાદાન કરતી વેળાએ મુકેશ અંબાણી ભાવુક, ઇશા પણ થઇ ઇમોશનલ

 | 8:45 am IST

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના સૌથી ધનિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી લાડલી ઇશા લગ્ન બંધનમાં બંધાય ગઇ. ગુજરાતી ટ્રેડિશન પ્રમાણે થયેલા આ લગ્નમાં ઇશા અંબાણી એકદમ જાજરમાન લાગતી હતી.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી દીકરી ઇશાનું કન્યાદાન કરતા વેળાએ એકદમ ભાવુક થઇ ગયા હતા. ઇશા અંબાણી પિતા મુકેશ અંબાણીને જોઇ એકદમ ઇમોશનલ થઇ ગઇ હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

આ લગ્નમાં દેશ-દુનિયાની કેટલીય હસતીઓ સામેલ થવા આવી હતી. ઇશા અંબાણી દુલ્હનના રૂપમાં ખૂબ જ સોહામણી લાગતી હતી. ભાઇ આકાશ અને અનંત અંબાણી પણ બહેનના લગ્નમાં એકદમ ઉત્સુક જોવા મળ્યા હતા.

ઇશાના લગ્ન એન્ટિલિયામાં એટલે કે ઘરે જ થયા હતા. આ પ્રસંગમાં કાકા અનિલ અંબાણીએ ખડેપગે ગુજરાતી ટ્રેડિશન પ્રમાણે વરઘોડાનું સ્વાગત કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન