Watch: Mukesh Ambani Very Emotional In Daughter Isha Wedding
  • Home
  • Featured
  • Video: વિદાય વેળાએ દીકરી ઇશાને ભેટી ખૂબ રડ્યા મુકેશ અંબાણી

Video: વિદાય વેળાએ દીકરી ઇશાને ભેટી ખૂબ રડ્યા મુકેશ અંબાણી

 | 1:57 pm IST

બધા જાણે જે કે દેશના સૌથી ધનિક અંબાણી પરિવારમાં લગ્નની શરણાઇઓ ગૂંજી હતી. જી હા ગઇકાલે મુકેશ અંબાણીની દીકરી ઇશા એ આનંદ પિરામલ સાથે સાત ફેરા લીધા અને બંને એક જ કલરના કૉર્ડિનેટેડ આઉટફિટ પહેર્યા હતા જે શાનદાર હતા. આ દરમ્યાન બંનેનો લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો જે તમામે જોયું જ હશે. દુલ્હનના જોડામાં ઇશાને જોઇ તમામ દંગ રહી ગયા હતા. મુંબઇ સ્થિત અંબાણીના ઘરે એટલે કે એન્ટિલિયામાં પિરામલ પરિવાર ધામધૂમથી જાન લઇને પહોંચ્યું હતું અને ત્યારબાદ લગ્નની વિધિ પૂરી થઇ.

મળતી માહિતી પ્રમાણે લગ્ન બાદ મુકેશ અંબાણી પોતાની દીકરીને ગળે મળી ખૂબ રડ્યા તો સાથે ઇશા અંબાણી પણ ખૂબ રડી હતી. જી હા વિદાયના સમયે મુકેશ અને ઇશા અંબાણી ધ્રુસકેને ધ્રુસકે રડ્યા હતા.

આપને જણાવી દઇએ કે ઇશા મુકેશ અંબાણીની એકની એક દીકરી છે. સ્વાભાવિક છે કે દીકરીની વિદાય કોઇપણ પિતા માટે ખૂબ જ કઠિન હોય છે. જોકે હાલ આ પળનો વીડિયો કે તસવીર કોઇ સામે આવી નથી. પરંતુ ઇશા જ્યારે આનંદને જળમાળા પહેરાવા છે ત્યારે પિતા મુકેશ અંબાણી રડવા લાગે છે અને નીતા અંબાણી ખભે હાથ મૂકી સંભાળી લે છે. આ ક્ષણનો વીડિયો સામે આવ્યો છે.