Video: New born baby found in drainage at Chennai
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ગટરમાંથી અવાજ આવતા ગીતાબેન દોડ્યા, ને પછી જે બહાર કાઢ્યું તે જોઇ કંપારી છૂટશે

Video: ગટરમાંથી અવાજ આવતા ગીતાબેન દોડ્યા, ને પછી જે બહાર કાઢ્યું તે જોઇ કંપારી છૂટશે

 | 10:29 am IST

જ્યારે આખો દેશ પોતાના 72મા સ્વતંત્રતા દિવસ પર સૂરજ ઉગવાની રાહ જોઇ રહ્યું હતું ત્યારે એક સમયે ગીતા નામની ગૃહિણી પોતાના ઘરની ગટરમાંથી કંઇક અવાજ સંભળાયો. ચેન્નાઇના વલસરવક્કમ વિસ્તારમાં રહેનાર ગીતાજીને લાગ્યું કે કોઇ નાનકડું પ્રાણી ગટરમાં ફસાઇ ગયું હશે. ત્યારબાદ ગીતા પોતે ઘરની બહાર નીકળ્યા અને ગટરમાંથી આવતા અવાજ તરફ દોડયા અને બહાર કાઢવાની કોશિષ કરી. ગીતાએ ગટરમાં હાથ નાંખ્યો તો તેમના જોઇને હોંશ ઉડી ગયા. કારણ કે ગીતા એ બહાર ખેંચેલ કોઇ પ્રાણી નહીં પરંતુ નવજાત દીકરો હતો. બાળકના ગળામાં નાળ પણ વીંટાયેલી હતી.

ગીતાએ તરત જ નાળને બાળકાના ગળામાંથી અલગ કરી, બાળકને નહવાડવ્યું અને ચેન્નાઇની અગમોર હોસ્પિટલમાં પહોંચાડ્યું. કારણ કે બાળકને શ્વાસ લેવાની તકલીફ પડી રહી હતી. હોસ્પિટલના ડોકટરના મતે બાળકની સ્થિતિમાં સુધારો છે અને તે બિલકુલ સ્વસ્થ છે.

ગૃહિણી ગીતાએ તેનું નામ ‘સુતંતિરમ’ (સ્વતંત્રમ) રાખ્યું કારણ કે મને સ્વતંત્રતા દિવસ પર મળ્યું છે…મને ખુશી છે કે તેને જીવવા માટેની આઝાદી મળી ગઇ. હાલ ગીતાજીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ ગયો છે.