Photos : Cargo Ship With 2000 Cars including 911 GT2 RS sinks off French coast!!
  • Home
  • Featured
  • પોર્શે, ઑડી….દરિયામાં જ સમાય ગઇ 2000થી વધુ કાર, તસવીરો આવી સામે

પોર્શે, ઑડી….દરિયામાં જ સમાય ગઇ 2000થી વધુ કાર, તસવીરો આવી સામે

 | 12:38 pm IST

બ્રાઝિલ જઇ રહેલ ઇટલીનું એક જહાજ એટલાન્ટિક મહાસાગમાં ડૂબી ગયું. આ જહાજ 2000 કાર બ્રાઝિલ લઇને જઇ રહ્યું હતું, તેમાં 37 પોર્શે કાર્સ પણ સામેલ હતી. જહાજમાં સવારે 27 ક્રૂ મેમ્બર્સને બ્રિટિશ મિલિટ્રી એ અભિયાન ચલાવીને બચાવી લીધા છે. ગ્રાંડે અમેરિકા નામના આ જહાજમાં ઑડી કંપનીની પણ કેટલીય કાર્સ હતી. જહાજના ડૂબવાની તસવીરો પણ સામે આવી છે, જે ભયાનક છે.

આ જહાજ ડૂબવાથી મોટું આર્થિક નુકસાન થયું. પોર્શેની થોડાંક સમય પહેલાં જ લૉન્ચ થયેલી 911 GT2 RS મૉડલ કારની કિંમત 3.88 કરોડ રૂપિયા છે. આ મૉડલની ચાર કાર્સ પણ જહાજમાં હતી. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે જહાજના ડૂબવાથી કેટલું મોટું આર્થિક નુકસાન થયું છે.

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે ફ્રાન્સના દરિયા કિનારાની નજીક આ જહાજ આગ લાગવાથી ડૂબી ગયું. જહાજમાં આ દુર્ઘટના બની તે સમયે ફ્રાન્સના બ્રેસ્ટથી 150 નોટિકલ માઇલ દૂર દરિયામાં દક્ષિણ પશ્ચિમ દિશામાં ચાલી રહ્યું હતું. જર્મન કંપની પોર્શે એ પોતાના ગ્રાહકોને કહ્યું કે દરિયામાં જહાજ ડૂબી ગયું હોવાથી હવે તેમને વધુ રાહ જોવી પડશે. કંપની થોડાક જ દિવસમાં નવા મેન્યુફેકચરિંગનું કામ શરૂ કરવાની છે.

 

કંપનીએ ગ્રાહકોને પત્ર લખી જણાવ્યું કે અમે એ માહિતી આપતા ખેદ પ્રકટ કરીએ છીએ કે ગ્રિમાલ્ડી ગ્રૂપનું જહાજ જે અમારી કારને લઇને આવી રહ્યું હતું, તે 12મી માર્ચના રોજ દરિયામાં ડૂબી ગયું. તેના લીધે અમે તમારી તરફથી ઑર્ડર કરાયેલ કારની ડિલિવરી કરાવી શકયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન