WATCH : PM Narendra Modi Plogging at a beach in Mamallapuram this morning
  • Home
  • Featured
  • …જ્યારે PM મોદીએ દરિયાકિનારે ખુલ્લા પગે કચરો વીણીને કરી સફાઇ, વીડિયો વાયુવેગે વાયરલ

…જ્યારે PM મોદીએ દરિયાકિનારે ખુલ્લા પગે કચરો વીણીને કરી સફાઇ, વીડિયો વાયુવેગે વાયરલ

 | 10:14 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે મહાબલીપુરમના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને લોકોને સફાઇ પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશો આપ્યો. પીએમ મોદીએ બીચ પર ખુલ્લા પગે સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે સ્વચ્છતાથી જ આપણે લોકો સ્વચ્છ અને ફિટ રહીશું. વડાપ્રધાન હાલ તામિલનાડુના મહાબલીપુરમમાં છે જ્યાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે તેમની બેઠક આયોજીત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરીને ખુદ તેની માહિતી આપી અને તેની સાથે જોડાયેલ એક વીડિયો પોસ્ટ કર્યો. તેમણે ટ્વીટમાં લખ્યું કે સવારે મમલ્લાપુરમમાં એક બીચ પર 30 મિનિટ સફાઇ અભિયાન ચલાવ્યું. બીચ પર ઉઠાવેલ કચરાને હોટલ સ્ટાફ જયરાજને સોંપી દીધું. તેમણે લખ્યું કે આપણે તમામ લોકોને સુનિશ્ચિત કરવું જોઇએ કે જાહેર સ્થળ સ્વચ્છ રહે. તેની સાથે જ તેમણે લોકોને ફિટ રહેવાનો પણ સંદેશ આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન